Gujarat

ઘણા સમય બાદ રાજકોટમાં સિનેમાઘરોમાં હાઉસફૂલના પાટિયા લાગ્યા

રાજકોટ
દિવાળીના તહેવારોમાં દેશમાં સૂર્યવંશી ઉપરાંત સાઉથના સુપ૨સ્ટા૨ ૨જનીકાંતની અન્નાથેએ પણ જાે૨દા૨ કલેક્શન મેળવ્યું છે. હોલિવૂડની ફિલ્મ ઈટર્નલ્સ પણ છવાઈ છે. જાેકે સ૨કારે સિનેમા હોલમાં ૧૦૦ ટકા પ્રેક્ષકો સાથે છૂટ આપી છે. કોરોના ગાઈડલાઈન્સના ભંગનાં પણ દૃશ્યો જાેવા મળી રહ્યાં છે. પ્રેક્ષકોએ માસ્ક પહેર્યાં નહોતા અને સોશિયલ ડિસ્ટસ્ટિંગનો ભંગ થતો જાેવા મળી રહ્યો છે.કોરોનાકાળમાં છેલ્લાં પોણાબે વર્ષથી સિનેમા હોલ મૃતપ્રાયઃ સ્થિતિમાં હતા. થોડો સમય સ૨કારે ૫૦ ટકા પ્રેક્ષકોની ક્ષમતા સાથે સિનેમા હોલમાં ફિલ્મ રિલીઝ ક૨વાની છૂટ આપી હતી, પરંતુ આ સમયગાળામાં જે ફિલ્મો રિલીઝ થઈ હતી એ ટિકિટબારી પ૨ ખાસ કંઈ ઉકાળી શકી નહોતી, પરંતુ રાજકોટમાં દિવાળીના તહેવારો અને એ બાદ બોલિવૂડ માટે તેમજ થિયેટ૨માલિકો માટે દિવાળી પર્વ શુકનવંતી બન્યું છે. દીપાવલી પર્વે ૨જૂ થયેલી ફિલ્મો સૂર્યવંશી, અન્નાથે અને હોલિવૂડની ફિલ્મ ઈટર્નલ્સ બોક્સ ઓફિસને ચેતનવંતી કરી છે. શહેરના રેસકો્‌સ, ગ્રાઉન્ડ સામે આવેલી ગેલેક્સી સિનેમાઘરમાં બોક્સ ઓફિસ બહાર પ્રેક્ષેકોની ટિકિટ લેવા રોજ લાંબી લાઇનો લાગે છે. ૧૦૦ ટકા પ્રેક્ષકો સાથે સિનેમાઘરો ધમધમવા લાગ્યાં છે તેમજ સિનેમાઘરોની બહાર હાઉસફુલનાં બોર્ડ લગાવવાની પણ ફરજ પડે છે. છેલ્લા ૨૦ મહિનાથી વધુ સમય સુધી અક્ષયકુમા૨ સ્ટા૨ ફિલ્મ સૂર્યવંશી થિયેટ૨માં ૨જૂ થવા તૈયા૨ હતી, પરંતુ કોરોનાના વિઘ્નને લઈને એની તારીખો પડતી હતી. આ સમય દ૨મિયાન અન્ય ફિલ્મો ર્ં્‌્‌ પ્લેટફોર્મ પ૨ રિલીઝ થઈ હતી. જ્યારે સૂર્યવંશીના નિર્માતાઓ ફિલ્મને સિનેમા હોલમાં ૨જૂ ક૨વા માગતા હતા. આખરે ધીરજનાં ફળ મીઠાં હોય એમ ધીરજ ફળી છે. દીપાવલીના તહેવારોમાં સૂર્યવંશી થિયેટરોમાં રિલીઝ થતાં જ લોકો જાેવા ઊમટી રહ્યા છે. હાલ રાજ્યમાં ૧૦૦ ટકા પ્રેક્ષકોની છૂટ છે. આ ફિલ્મ જાેવા પ્રેક્ષકો ઊમટી પડતાં પ્રથમ દિવસે જ ૨૭ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રાજકોટમાં ગેલેક્સી સિંગલ થિયેટ૨ સહિત મલ્ટિપ્લેક્સમાં હાલ સૂર્યવંશી ધૂમ મચાવે છે. જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં સૂર્યવંશીના ૪૨ જેટલા શો દિવાળીની ૨જાઓમાં ચાલતા હતા અને આ બધા જ શો હાઉસફુલ જતા હતા. આમ કોરોનાકાળનાં પોણાબે વર્ષ બાદ રાજકોટમાં સિનેમા હોલની સાથોસાથ મલ્ટિપ્લેક્સમાં પણ હાઉસફુલનાં પાટિયાં લાગી રહ્યાં છે.

Rajkot-Cinema-Housefull.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *