ધ્રાંગધ્રા :
રાજ્યભરમાં દીકરીઓ સાથે નાં બળાત્કારનાં શરમ જનક કિસ્સા જયારે બહાર આવે છે તયારે નારી સન્માન અને સ્ત્રી ને પુરુષ સમોવડી સ્વીકારતા આ યુગમાં હાલ પણ સામાજિક જાગૃતિ સાથે સંસ્કાર કેળવણી ની જરૂર ચોક્કસ થી લાગી રહી છે.
ધ્રાંગધ્રા તાલુકાનાં વાવડી ગામે ખેત કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મજૂરોની દીકરી ઉપર ધૃણાસ્પદ બળાત્કાર ની ઘટના બની હતી. 13 વર્ષની સગીરા એ 6 મહિના નાં મૃત બાળક ને જન્મ આપતાં સમગ્ર પાપ બહાર આવીને પોકાર્યું હતું અને બળાત્કાર ગુજારનાર હેવાન ઉપર ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
ફરિયાદની વિગતો મુજબ વાવડી ગામે પરપ્રાંતીય ખેત મજૂરો ની 13 વર્ષીય દીકરી ની મરજી વિરુદ્ધ દિનેશ વજાભાઇ ઠાકોર નામનો શખ્સ વારંવાર બળાત્કાર ગુજારાતો હતો. સગીરા ને ધમકાવીને બળજબરી થી શારીરિક યાતના આપીને અવારનવાર આચરેલા કુકર્મ નો પડદો સગીરા ગર્ભવતી થતાં સામે આવ્યો હતો. ઘર પરિવાર ને ભૂખે મારવાની અને જાન થી મારી નાખવાની ધમકી થી મુંજાયેલી સગીરા ચુપચાપ આ શારીરિક અત્યાચાર સહન કરતી હતી. સગીરા સગર્ભા બન્યા બાદ 6 મહિને મૃત બાળક ને જન્મ આપતાં સમગ્ર પરિવાર અને વાવડી ગામજનો નાં પગ નીચેથી જમીન ખસી ગઈ હોય એમ હાલ બન્યા હતાં. સગીરાના પિતાએ હિંમત બતાવી સગીરાને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઇ જઈને દિનેશ વજાભાઇ ઠાકોર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
સમાજમાં સગીરાઓ નાં શારીરિક શોષણ નાં નામે થતાં બળાત્કાર ગંભીર દુષણ સમાન છે તયારે આ કિસ્સાએ સમગ્ર ધ્રાંગધ્રા પંથકમાં ચકચાર મચાવી હતી.