મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના છીપડી ગામ ખાતે છીપડી ખાતે શ્રી શક્તિ માતાજી,શ્રી મરમરા માતાજી તેમજ શ્રી મહાલક્ષ્મી માતાજી ના પ્રાણ પ્રતિષ્ઠા નું ભવ્ય આયોજન તારીખ.૧૪/૧૧/૨૦૨૧ ના રોજ રાખવામાં આવ્યું છે.જેમાં પ્રથમ દિવસે તા.૧૦/૧૧/૨૦૨૧ ના રોજ છીપડી ખાતે દેવ પૂજન અને શોભા યાત્રાજ્યારે બીજા દિવસે ૧૧/૧૧/૨૦૧૨ ના રોજ ગોગજીપૂરા ખાતે દેવ પૂજન અને શોભાયાત્રા જ્યારે તા.૧૩/૧૧/૨૦૨૧ ના રોજ મહા આરતી અને તા.૧૪/૧૧/૨૦૨૧ ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા અને પૂર્ણાહુતિ અને મહા પ્રસાદી નું આયોજન કરાયું છે.
શ્રી શક્તિ યુવક મંડળ ગોગજીપુરા (છીપડી) આયોજિત પગપાળા સંઘ પણ યોજાયો હતો જેમાં શક્તિ ધામ પાટડી યુવાનો, વડીલો સાથે માતાજી ની ધ્વજારોહણ, આરતી પુજા, અર્ચના માં માઇભક્તો જોડાયા હતા ઉપરાંત શક્તિ ધામ પાટડી ઝાલાવાડ થી માં શક્તિ ની જ્યોત નુ છીપડી, ધામ માં તેમજ ગોગજીપૂરા ખાતે સમગ્ર ગ્રામજનો તેમજ શ્રદ્ધાળુઓ દ્રારા માતાજી નુ ભવ્ય સ્વાગત કરી, પુજા, અર્ચના, આરતી ઉતારી શ્રધ્ધાળુઓ એ ધન્યતા અનુભવી હતી.


