Gujarat

છોટાઉદેપુર જિલ્લા પંચાયત કચેરી ખાતે સાયકલોથોન યોજાઈ,રાજ્ય કક્ષાના મંત્રી નિમિષાબેન સુથારે પણ કર્યું સાયકલિંગ,

આજે શુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ફિટ ઇન્ડિયા કોંસેપ્ટ અંતર્ગત બીનચેપી રોગોથી મુક્તિ મેળવવા સાયકલિંગ કરવાના સંદેશ સાથે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે સાયકલોથોન નું આયોજન કરવામાં આવ્યું ,દરેક નાગરિક સ્વસ્થ રહે ,નિરોગી રહે તે માટે હળવી કસરત જરૂરી છે,ત્યારે  લોકોને પ્રેરણા મળે તેવા ઉદ્દેશ્યથી આયોજિત સાયકલોથોન કાર્યક્રમની સાયકલ રેલી ને સાંસદ ગીતાબેન રાઠવાએ ફ્લેગ ઑફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું, સાયકલોથોન મા જોડાયેલ શાળાના નવ યુવાનો ની સાથે ખુદ આદિજાતિ વિકાસ,આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી નિમિષાબેન સુથાર પણ જોડાયા હતા અને સાયકલિંગ કર્યું હતું,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20211226_093145.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *