જેની જાણ વનવિભાગને કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડોલરીયા તથા સ્ટાફ લગામી ખાતે બનાવ બનેલ સ્થળે
તાત્કાલિક ગામ લોકોને સાથે રાખી તપાસ કરી વન્ય પ્રાણી દીપડા એ હુમલો કર્યા ખાતરી કરી ના મૃતક નું સબ સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ ખાતે લાવવામાં આવી હતી.
બનાવની જાણ થતા નાયબ વનસંરક્ષક છોટાઉદેપુર તથા તમામ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને સ્ટાફ દ્વારા પીંજારા લગાવીને માનવભક્ષી દિપડાને બનાવ ના સ્થળે પિંજરા ગોઠવી દીપડાને પકડવા ની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
વન્ય પ્રાણી દ્વારા હુમલો થતાં તેની સીધી લીટીના વારસદાર પુત્ર સેંગલા ભાઈ રૂમલા ભાઈ ધાણક ને સરકાર ની જોગવાઈ મુજબ રૂપિયા ૪ લાખ જેટલી માતબર રકમનો ચેક જીલ્લા કલેકટર સ્તુતિ ચારણ અને નાયબ વન સંરક્ષક છોટાઉદેપુર એચ. એચ.પટેલ ઉપસ્થિતિમાં આપવામાં આવેલ હતું.
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

