ઊના – ઉનાના ઉમેજ ગામ વચ્ચે રાવલ નદી પસાર થતી નદીમાં દર વર્ષે ચોમાસા દરમ્યાન નદીમાં પુરનું પાણી આવતા સામે કાંઠે વસવાટ કરતા ખેડૂતોની અવર જવર બંધ થાય છે. અને જીવના જોખમે ખેડૂતો અને લોકો નાછુટકે વહેતા પાણીના પ્રવાહ માંથી પસાર થવું પડે છે. જેથી ખેડૂતો, ગ્રામજનો અને આગેવાનો દ્વારા રાવલ નદીમાં વહેતા પાણીમાં જેસીબી, ટ્રેક્ટરથી રસ્તો બનાવવા શ્રમદાન કરી જાતમહેનતે કામ કરવા મજબુર બન્યા છે. જેથી ખેડૂતોની અવર જવર સહેલાયથી થઇ શકે છે…
ઉમેજ ગામની વસ્તી ૬૫૭૫ હોય આ ગામ રાવલ નદીના કારણે બે ભાગમાં વહેચાયેલ હોય સામા કાંઠે ૬૦ ટકા ખેડૂતો વસવાટ કરે છે. આ નદીમાં ચોમાસા દરમ્યાન પુરના પાણી આવે ત્યારે સામા કાંઠે રહેતા લોકો, ખેડૂતો પોતાના ખેતરે જઇ શક્તા નથી. ખેડૂતોના ખેતી કામ કરવા સાધનો દવા, ખાતર તેમજ બાળકો શાળાએ જવા આવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ નદી પર બેઠો પુલ બનાવવા પંચાયત, ખેડૂતો અને ગ્રામજનો દ્વારા અનેકવાર રજુઆતો કરવા છતાં તંત્રના પટેનું પાણીય હલતુ નથી. ત્યારે ગ્રામ પંચાયત, પૂર્વ ધારાસભ્ય કે સી રાઠોડ તેમજ સાંસદસભ્ય રાજેશ ચુડાસમા સહીતએ ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ કરેલ તેમ છતાં આજ સુધી આ નદીમાં પુલ બનાવવામાં આવ્યો ન હોવાના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે આ મુશ્કેલી ઉભી થતી હોય જેથી આ વર્ષે પણ ગ્રામજનો અને ખેડૂતોએ પોતાની જાત મહેનતે ફાળો કરી નદીમાં પાણીના ભુગડા નાખી બેઠો પુલ બનાવવા કાચો રસ્તા કરી રહ્યા છે. જેમાં જેસીબી, ટ્રેક્ટરની મદદથી મોટા પથ્થરો મુકી જાતમહેનતે કાચો રસ્તા બનાવવા મુજબુર બન્યા છે. આ બાબતે તંત્ર દ્વારા લોકોની મુશ્કેલીને ધ્યાને રાખી તાત્કાલીક બેઠો પુલ બનાવવામાં આવે તેવી ખેડૂતોની માંગણી ઉઠવા પામેલ છે…
બોક્ષ્ – એક ખેડૂત દિઠ રૂ.૩૦૦નો ફાળો કર્યો…
ઉમેજની રાવલ નદીમાં કાંચા રસ્તાનો પુલ બનવવા ખાતેદાર ખેડૂત દિઠ રૂ.૩૦૦ નો લોકફાળો કરી જેસીબી, ટ્રેક્રટરની મદદથી મોટા પથ્થર મુકી જાતમહેનત કરી રહ્યા છે…
બોક્ષ – સામાં કાંઠે ૬૦ ટકા ખેડૂતોની વસ્તી ધરાવે છે..
ઉમેજની રાવલ નદીના સામાં કાંઠે ૬૦ ટકા ખેડૂતો વસવાટ કરે છે. તેવો જીવન જરૂરીયાત ચિજવસ્તુ, ખેતી કામના સાધનો લઇ જવા માટે જીવના જોખમે વહેતા પ્રવાહના પાણી માંથી નદી પાર કરવી પડે છે.
બોક્ષ્ – પૂર્વ ધારાસભ્ય તેમજ જીલ્લા પંચાયતના સદસ્ય દ્વારા સીમેન્ટના ભુંગડા અપાયા..
ઉમેજ નદી પર કાંચો પુલ બનાવવા ખેડૂતો ફાળો કરી જાતમહેનતે કામગીરી કરતા હોય ત્યારે પૂર્વ ધારાસભ્ય કે સી રાઠોડ તેમજ જીલ્લા પંચાયતના સદસ્ય પ્રકાશભાઇ ટાંક દ્વારા પુલ બનાવવા સીમેન્ટના ભુંગડા આપવામાં આવેલ હોય ગત વર્ષે પણ કે સી રાઠોડ દ્વારા આપવામાં આવ્યા હતા.


