Gujarat

જામનગરના ‘રાઘવ’નો આજે મંત્રી તરીકે ‘રાજ્યાભિષેક’

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલને નવા મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. આજે કમલમમાંથી ફોન આવી જતા રાઘવજીભાઈના ચાહકોમાં હરખની હેલી વ્યાપી ગઈ છે. તો બીજી તરફ જામનગરના બંને મંત્રીઓ કપાઈ ગયા છે.

ગુજરાતમાં સતા પરીવર્તન બાદ રાજ્યના નવા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે નવા પ્રધાન મંડળની રચના કરી સપથવિધિ યોજવામાં આવી છે. ભાજપ દ્વારા નવા મુખ્યમંત્રી તરીકે રાજ્યને નવો ચહેરો આપી તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે જયારે સૌથી મોટો આંચકો નવા મુખ્ય મંત્રીએ આપી જુના જોગીઓને ઘરે બેસાડી દીધા છે. જેમાં જામનગરમાં આરસી ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થતો હોવાનું  જાણવા મળતા જામનગરના તેમના ચાહકોમાં થોડી નિરાશા વ્યાપી છે. જો કે હજુ સુધી બંને પૂર્વ મંત્રીઓને સપથ વિધિ માટે કોલ નહિ આવતા બંને પડતા મુકાય તેવી શક્યતાઓ ભાજપાના સુત્રોએ વ્યક્ત કરી છે. નવા મંત્રી મંડળમાં ભાજપાએ જામનગરના એક માત્ર ધારાસભ્ય રાઘવજી પટેલનો સમાવેશ કરતા જામનગર ગ્રામ્યમાં હરખની હેલી વ્યાપી ગઈ છે. આજે દોઢ વાગ્યે રાઘવજી પટેલ સપથ લેશે.

raghvji-patel.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *