*જામનગરમાં કાલાવડ નાકા બહાર પાંચ હાટડી વિસ્તારમાં એક મકાનમાં સ્થાનિક ગુના શોધક શાખાએ દરોડો પાડી ક્રિકેટનો સટ્ટો ખેલતા ત્રણ શખ્સને પકડી પાડી રોકડ અને છ મોબાઇલ સહિત રૂ.૪૪ હજારનો મુદામાલ કબજે કર્યુ હતો. જ્યારે કપાત લેનારા એક બુકી ઉપરાંત દશ ગ્રાહના નામ ખુલતા તમામ સામે ગુનો નોંધી પોલીસે શોધખોળ હાથ ધરી છે. જામનગરમાં લોકલ ક્રાંઇમ બ્રાન્ચના પીઆઇ કે.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસ ટીમને કાલાવડ ગેઇટ બહાર પાંચ હાટડી પાસે કસાઇવાડા વિસ્તારના એક રહેણાંક મકાનમાં ઓસ્ટ્રેલિયા ખાતે રમાતી બીગબેસ 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો મેચ ટીવી પર લાઇવ નિહાળી મોબાઇલ મારફતે સટ્ટો ચાલતો હોવાની બાતમી મળી હતી.
*જેના આધારે પોલીસે વશીમ સલીમભાઇ સમાના મકાનમાં દરોડો પાડયો હતો જે દરોડા વેળાએ પોલીસને મોબાઇલ વડે સેશન, હાર જીતનો જુગાર રમાતો હોવાનું માલુમ પડ્યુ હતું. આથી પોલીસે મકાનધારક વશીમ ઉપરાંત ઇસ્તીયાઝ ઓસમાણભાઇ સમા અને જેનુલ મુસાભાઇ મનોરીયાને પકડી પાડી રૂ.૧૫,૬૦૦ની રોકડ, છ મોબાઇલ સહિત રૂ.૪૪,૧૦૦ની માલમતા કબજે કરી હતી. જ્યારે પકડાયેલાની પ્રાથમિક પોલીસ પુછપરછમાં તેણે વિનય ઉર્ફે સરકાર પાસે કપાત કરાવતા હોવાનું કબુલ્યુ હતું. પોલીસ તપાસમાં અન્ય ગ્રાહકો મોસીન મનોરીયા, મુનો,અલી મેમણ, સાંઇ-લાલપુર, જેનુલ સલીમ ઉર્ફે ૮૩ ઘી વાળા, ડી.કે., ૮૦ નંબર, ૯૦ નંબર અને બીપી બાપુના નામ ખુલતા પોલીસે તમામ સામે જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
