Gujarat

જામનગરમાં ટ્રેક્ટર અને બાઈક અકસ્માતમાં ૨ના મોત

જામનગર
જામનગરના લાલપુરમાં સાંજે સામેથી આવી રહેલા ટ્રેક્ટર સાથે બાઈક અથડાતા અકસ્માત થયો હતો. જેમાં બન્ને પિતરાઈ ભાઈઓને ગંભીર ઈજાપહોંચી હતી. જેથી તેઓના ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતના બનાવને લઈને લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, અને મૃતકના પરિવારને જાણ કરાતાં તેના પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસે ખંભાળિયા તાલુકાના કોલવા ગામના રાજેશ દેવરખી કરમુર નામના ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો છે અને ટ્રેક્ટર કબજે કર્યું છે.જામનગરના લાલપુરમાં ગઇકાલે શુક્રવારે મોડી સાંજે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઈકમાં સવાર બે વ્યક્તિને ગંભીર ઈજાપહોંચતા તેઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં માતમ છવાયો છે. ત્યારે લાલપુર પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવની વિગત જાેઈએ તો લાલપુરમાં સૈયદનાવાળા વિસ્તારમાં રહેતા સીદીકમિયાં હાસમમિયાં કાદરી નામના ૫૫ વર્ષના આધેડના ભાણેજ ફૈઝાન ઉ.વર્ષ ૧૬ અને રેહાન ઉ.વર્ષ ૧૪ કે જે બંને પિતરાઇ ભાઈઓ ગઈકાલે સાંજે સાતેક વાગ્યાના અરસામાં પોતાના મોટરસાયકલ પર બેસીને લાલપુરની ભાગોળેથી પસાર થઈ રહ્યા હતા.

ACCIDENT.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *