જામનગર શહેર-જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં પોલીસે જાહેરનામા ભંગના મામલે દંડાત્મક કાર્યવાહી યથાવત રાખી છે જેમાં જુદા જુદા વિસ્તારોમાં માસ્ક વિના નિકળેલાઓ સામે જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના ખોડીયાર કોલોનીમાં સીટી સી પોલીસે કરણભાઇ નવીનભાઇ વરસંગા, હિરજી મિસ્ત્રી રોડ પર ઘવલભાઇ પ્રવિણભાઇ પીઠડીયા તેમજ દરેડના વિશાલ ચોકમાં પંચ બી પોલીસે મનોજ ભીખાભાઇ ગડા સામે માસ્ક પહેર્યા વગર બહાર નિકળી જાહેરનામાના ભંગ મામલે કાર્યવાહી હાથ ધરી હતી. કોરોના કાળમાં માસ્ક વિના ઘરની બહાર નિકળવું જોખમી છે.
