Gujarat

જામનગર: કોરોનાની સ્થિતિમાં સુધારો! સરકારી કોવિડ હોસ્પિટલના 95% બેડ ખાલી

  • જામનગર: ગુજરાતના જામનગર જિલ્લા અને શહેરના લોકો માટે સારા સમાચાર છે. અહીં કોરોનાની સ્થિતિમાં (Jamnagar Corona Update) સુધારો થતાં સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જિલ્લાની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં (Jamnagar Covid Hospital) 95 ટકા બેડ ખાલી છે. એક સમયે અહીં હાઉસફૂલના પાટિયા મારવા પડ્યા હતા, પરંતુ આજે 720 બેડની આ હોસ્પિટલમાં (Jamnagar Government Hospital) રવિવારે માત્ર 40 દર્દીઓ જ સારવાર હેઠળ હતા.
  • એક સમયે પ્રતિદિન 100 દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા હતા. આ દર હવે ઘટીને 15 થી 20 સુધી થઈ ગયો છે. જ્યારે સંક્રમિતોની સરખામણીમાં કોરોનાને માત આપીને ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધવાથી બેડ ખાલી થઈ રહ્યાં છે.

    જામનગરની જીજી કોવિડ હોસ્પિટલમાં ICU સુવિધા સહિત કુલ 720 બેડમાંતી માત્ર 5 ટકા બેડ પર જ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે અન્ય બેડ ખાલી પડ્યાં છે. હોસ્પિટલમાં રવિવારે માત્ર 40 દર્દીઓ જ દાખલ હતા. આ દર્દીઓનો પણ ઑક્સીજન અને બાયપેપની મદદથી સારવાર કરવામાં આવી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *