સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલીત વોલીબોલ એકેડેમીમાં U-૧૭ ભાઈઓ-બહેનોના પ્રવેશ માટે હાઈ–હન્ટનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૧૩ વર્ષની ઉંમરના વયજૂથમાં બહેનો માટે ૧૬૬+ અને ભાઈઓ માટે ૧૭૩+, ૧૪ વર્ષના વયજૂથમાં બહેનો માટે ૧૭૧+ અને ભાઈઓ માટે ૧૭૯+, ૧૫ વર્ષના વયજૂથમાં બહેનો માટે ૧૭૩+ અને ભાઈઓ માટે ૧૮૪+, ૧૬ વર્ષના વયજૂથમાં બહેનો માટે ૧૭૫+ અને ભાઈઓ માટે ૧૮૭+ ઊંચાઈની મર્યાદા નિશ્ચિત કરવામાં આવેલ છે. રસ ધરાવનાર ભાઈઓ-બહેનોએ તા.૩૦-૧૦-૨૦૨૧ના રોજ સવારે ૯:૦૦ કલાકે, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જિલ્લા પંચાયત સામે, જામનગર ખાતે ઉપસ્થિત રહેવા સીનીયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.
દિવ્યા ત્રિવેદી
