જામનગર જિલ્લાના ઓધોગિક એકમો માટે તા.૬-૧૦-૨૦૨૧ બુધવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ સુધી જી. આઈ. ડી. સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન પ્લોટ નં. ૯૦ કૌશલ્ય ભવન, જી. આઈ. ડી. સી. ફેસ-૨, દરેડ, જામનગર ખાતે એમ.એસ.એમ.ઈ. લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ લોન મેળાનો જામનગરના ઉદ્યોગકારોને બહોળી સંખ્યામાં લાભ લેવા જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જામનગરની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
