Gujarat

જામનગર જિલ્લાના માછીમારોને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ

જામનગર જિલ્લામાં હાલ તમામ માછીમારો/મંડળીઓ/બોટ માલિકોની માછીમારી બોટ માટે બોટના ટોકન અંગે ઓનલાઈન સોફ્ટવેર રજીસ્ટ્રેશનની કામગીરી મત્સ્યોદ્યોગ ખાતા તરફથી ચાલતી હોય, જામનગર જિલ્લાના તમામ બોટ માલિકોએ તાત્કાલિક પોતાની બોટો સોફ્ટવેર પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી લેવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગર દ્વારા અનુરોધ છે. ઓફલાઈન ટોકનની કામગીરી નવેમ્બર-૨૦૨૧ સુધી જ ચાલુ રહેનાર હોય ત્યારબાદ ઓનલાઇન ટોકન જ આપવામાં આવશે, જે ધ્યાને લેવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *