Gujarat

જામનગર જીલ્લા/શહેર યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લેવા ૧૫ ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકાશે

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ ગાંધીનગર દ્રારા આયોજિત તથા જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત યુવક નેતૃત્વ અને યોગ તાલીમ શિબિર જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારની એમ અલગ અલગ શિબિર યોજનાર છે.

        આ શિબિરમાં ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. આ શિબિરમાં ભાગ લેવા ઈચ્છતા યુવક-યુવતીઓએ પોતાની અરજી તા.૧૫-૧૨-૨૦૨૧ સુધીમાં જીલ્લા યુવા વિકાસ અધિકારી, જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જામનગર, જીલ્લા સેવા સદન-૪, રૂમ નં.૪૨, રાજ્પાર્ક પાસે, જામનગર ખાતે પહોંચાડવાની રહેશે. અરજીમાં અરજદારનું પૂરુંનામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર, જાતિનો દાખલો, અભ્યાસ, પાસપોર્ટ સાઇઝનો ફોટો મોકલી આપવાના રહેશે. વધુ માહિતી માટે ફોન નં ૦૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક સાધવા જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

yogasan-shibhir-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *