જામનગર તથા કાલાવડ તાલુકામાં આગામી દિવાળી તથા નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ વેચાણ માટે હંગામી પરવાનાની જરૂરીયાત હોય તેવી વ્યકિતઓને નિયત નમુનાઓમાં જરૂરી આધાર – પુરાવાઓ સાથેની અરજી સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી જામનગર (ગ્રામ્ય)ની કચેરી, મહેસૂલ લેવા સદન, બીજા માળે, શરૂ શેકશન રોડ, જામનગર ખાતે તા.૧૫/૧૦/૨૦૨૧ સુધીમાં રજૂ કર્યેથી નિયમાનુસાર તપાસનીશ અધિકારીશ્રીનો અભિપ્રાય મેળવી પરવાનો આપવા નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરી શકાશે. આ અંગેના અરજી ફોર્મ સદરહુ કચેરીમાંથી કચેરીના ચાલુ દિવસોમાં કચેરી સમય દરમ્યાન વિના મુલ્યે મળી શકશે. તા. ૧૬/૧૦/૨૦૨૧ બાદ રજુ થયેલ ફટાકડા સંગ્રહ વેચાણ માટેના પરવાના બાબતની અરજીઓ કોઈ પણ સંજોગોમાં વિચારણામાં લેવામાં આવશે નહી. જેની સંબંધકર્તાઓને નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.