Gujarat

જામનગર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં ખેડૂતો માટે રેલ્વે મારફત ખાતર લવાયું

જામનગર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લામાં હાલ રવિ સીઝન શરુ હોય ખેડૂતોને રવિ પાક માટે પાયાનું ખાતર જરૂરિયાત મુજબ મળી રહે તે માટે સરકાર દ્વારા IFFCO કંપનીનું DAP ખાતર રેલ્વે દ્વારા હાપા રેક પોઈન્ટ ખાતે ૨૮૦૦ મે. ટનનો જથ્થો પહોંચતો કરવામાં આવેલ છે. રેક પોઈન્ટ ખાતેથી બંને જીલ્લાનાં તમામ તાલુકામાં ખાતર પહોચતું કરી દેવામાં આવેલ છે. સરકાર દ્વારા જરૂરીયાત મુજબનું ખાતર રાજ્યનાં તમામ જીલ્લામાં પહોચતું કરવામાં આવી રહેલ હોય જરૂરીયાત મુજબ ખાતર ખરીદવા નાયબ ખેતી નિયામક (વિ.)જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *