જુનાગઢ
શિયાળાની કડકડતી ઢંડીમાં રાત્રીના સમયે રસ્તાનઅઓથી લઇ વિસ્તાથરો સુમસામ જાેવા મળે છે. ત્યાળરે તાજેતરમાં જૂનાગઢ જીલ્લા્ના માંગરોળ શહેરમાં ગીર જંગલના રાજા એવા બે સિંહો પહોંચી આંટાફેરા કરી રહ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જે અંગે જાણવા મળેલ વિગતોનુસાર વાઈરલ વીડિયો ચારેક દિવસ જૂનો કોઇ વ્ય કિતએ મોબાઇલમાં ઉતારેલ હોઇ શકે છે. વીડિયોમાં જાેવા મળતા મુજબ બે સિંહો માંગરોળ શહેરના બંદર વિસ્તાએરમાં નવી બની રહેલ જેટી આસપાસ રસ્તાો પર આંટાફેરા કરતા જાેવા મળે છે. થોડો સમય સુઘી અંઘારામાં આંટાફેરા કર્યા બાદ નવી જેટીનું ચાલી રહેલ કામના સ્થ ળે પડેલ ટેટ્રાપોલ પાસે દરીયાની સામે બંન્નેા સિંહો આરામદાયક મુદ્રામાં બેસેલા નજરે પડ્યા હતા. બીજા દિવસે બે સિંહો બંદર વિસ્તાપરમાં આવ્યા હોવાની વાત શહેરમાં પ્રસરી જતા લોકોમાં ગભરાટનો માહોલ જાેવા મળતો હતો. તો વાઈરલ થયેલા વીડિયોમાં જાેવા મળતા મુજબ બે સિંહો અંઘારામાં આંટાફેરા કરી રહેલ તે સમયે સિંહોની પાછળ અમુક લોકો લાઇટનો પ્રકાશ સાથે ફરી સિંહોના ર્દશ્યોે મોબાઇલમાં કેદ કરતા હોવાનું દેખાઇ છે. જયારે લોકોના મત મુજબ માંગરોળ પંથકમાં અમુક સિંહોના ગ્રુપનો કાયમી વસવાટ છે. ચોરવાડથી લઇ માંગરોળ થઇ માઘુપુર સુઘીના વિસ્તાંરની વચ્ચેર આવેલ ખોડાદા જંગલ અને બારા વિસ્તાીરમાં સિંહોની કાયમી અવર-જવર રહે છે. જેથી છાશવારે સિંહો પંથકમાં આંટાફેરા કરતા જાેવા મળે છેજૂનાગઢ જીલ્લાાના માંગરોળ શહેરના બંદર વિસ્તા ર સુઘી જંગલનો રાજા સિંહ પહોંચી જતા લોકોમાં ગભરાટનો માહોલ પ્રસરી ગયેલ છે. માંગરોળ બંદરમાં નવી બનતી જેટી વિસ્તાપરમાં બે સિંહો આંટાફેરા મારી રહ્યાનો વીડિયો અમુક લોકોએ મોબાઇલમાં કેદ કર્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો લોકોના મત મુજબ માંગરોળ પંથકમાં અમુક સિંહોનો કાયમી વસવાટ હોવાથી અનેકવાર દેખા દેતા હોય છે.
