Gujarat

જુનાગઢ તળાવ દરવાજા ઉમંગ ઓફસેટ સીટી પોઇન્ટ કોમ્પલેક્ષ આગળ જાહેરમાંથી ચોરી થયેલ એક્ટીવા મો.સા. સાથે ચોર ઇસમને વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ગણતરીના કલાકો પકડી પાડતી જુનાગઢ બી.ડીવીઝન પોલીસ

મ્હે.જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનીરીક્ષકશ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિતેજા વાશમશેટ્ટી સાહેબ નાઓએ વણ શોધાયેલ ચોરી ના ગુન્હાઓ શોધી કાઢવા સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.જી.જાડેજા સાહેબ ના માર્ગદર્શન હેઠળ જુનાગઢ બી.ડીવીજન પો.સ્ટેશનના પો.ઇન્‍સ.શ્રી આર.એસ. પટેલ ની સુચના આધારે ગુન્હા નિવારણ સ્કોડ નો સ્ટાફ મિલ્કત સબંધી ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સી.સી.ટી.વી. કેમેરાનો ઉપયોગ કરી ચોર મુદ્દામાલ અંગે શોધી કાઢવાની કામગીરીમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. પરેશભાઇ હુણ તથા પો.કોન્સ. મુકેશભાઇ મકવાણા તથા પો.કોન્સ. વનરાજસિંહ ચુડાસમા ને સયુંક્તમાં બાતમી રાહે મળેલ હકીકત આધારે ગુન્હા નિવારણ સ્કોર્ડના માણસોએ સાથે મળી જુનાગઢ બી ડિવિ. પો.સ્ટેશન ગુ.ર.નં.-૧૧૨૦૩૦૨૪૨૧૧૯૮૬/૨૦૨૧ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબના કામે ચોરીમાં ગયેલ એક્ટીવા મો.સા. રજી નં.-જી.જે.-૧૧-એ.એલ.-૫૫૭૫ સાથે પોકેટ કોપ એપ્લીકેશનનો ઉપયોગ કરી એક ચોર ઇસમને જુનાગઢ રેલ્વે સ્ટેશન થી જેલ સર્કલ વચ્ચેના જાહેર રોડ ઉપરથી પકડી પાડી ચોરી કરેલ મો.સા. કબ્જે લઇ મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:-
સંજય રાજુભાઇ સોલંકી જાતે-દે.પુ. ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે.-સુખનાથ ચોક શાકમાર્કેટ પાસે જુનાગઢ
કબજે કરેલ મુદામાલ
(૧) હોન્ડા કંપનીની એક્ટીવા મો.સા. રજી. નં.-જી.જે.-૧૧-એ.એલ.-૫૫૭૫ ની કિ.રૂ.-૨૫,૦૦૦/-
સારી કામગીરી કરનાર અધીકારી/કર્મચારી
                આ કામગીરી પો.ઇન્સ.શ્રી આર.એસ. પટેલ સા. ની સુચના મુજબ ગુન્હા શોધક યુનિટના પોલીસ સબ ઇન્સ. આર.એચ. બાંટવા તથા નેત્રમ શાખાના પોલીસ સબ ઇન્સ. પી.એચ. મશરૂ તથા પો.કોન્સ. પરેશભાઇ હુણ તથા પો.કોન્સ. મુકેશભાઇ મકવાણા તથા પો.કોન્સ. વનરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. ભુપતભાઇ ધુળા તથા નેત્રમ શાખાના પો.કોન્સ. જીવાભાઇ ગાંગણા તથા વુ.પો.કો. સિધ્ધીબેન વાઘેલા તથા વુ.પો.કો. જાનવીબેન પટોળીયા નાઓએ કરેલ છે.
અહેવાલ – દિપક રાજા – માણાવદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *