અહેવાલ : સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
યાત્રિયોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે 04 ડિસેમ્બર 2021થી પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ (09532/09531) મીટરગેજ દૈનિક વિશેષ ટ્રેન ચલાવવાની મંજૂરી આપી છે. આ વિશેષ ટ્રેનનું ભાડું મેલ/એક્સપ્રેસ ટ્રેનના સામાન્ય કોચના ભાડા જેટલું જ હશે.
ટ્રેન નંબર 09532 જૂનાગઢ – દેલવાડા સ્પેશિયલ જૂનાગઢ સ્ટેશનથી દરરોજ સવારે 07.15 વાગ્યે ઉપડશે અને બપોરે 13.10 વાગ્યે દેલવાડા સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે, પરતમાં ટ્રેન નંબર 09531 દેલવાડા-જૂનાગઢ દરરોજ 14.15 કલાકે દેલવાડા સ્ટેશનથી ઉપડશે અને જૂનાગઢ સ્ટેશને 20.20 કલાકે પહોંચશે. ઉપરોક્ત ટ્રેન બંને દિશામાં તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર, સતાધર, કાંસિયાનેસ, સાસણ ગીર, ચિત્રાવડ, તલાલા જંકશન, જંબુર, ગીર હડમતિયા, પ્રાચી રોડ, વેળાવદર, જામવાળા, હરમડીયા, ગીર ગઢડા અને ઉના સ્ટેશને ઉભી રહેશે. .
રેલવે એડમિનિસ્ટ્રેશન મુસાફરોને માસ્ક પહેરવા, સામાજિક અંતરની પ્રેક્ટિસ રાખવા, સેનિટાઇઝરનો ઉપયોગ કરવા અથવા મુસાફરી દરમિયાન વારંવાર સાબુ અથવા હેન્ડવોશથી હાથ ધોવા અને COVID-19 ના તમામ પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરેલ.હોવાની વિગતો જણાવેલ
