Gujarat

જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલ મામાદેવના મંદિરમાં ગત શુક્રવારે લગત પ્લોટ ધારક દ્વારા તોડફોડ બાદ આજે પીજીવીસીએલ દ્વારા લાઈટ કનેક્શન ગેરકાયદેસર હોવાને કારણે કનેક્શન કાપી નાખતાં પુજારી પોતાની પર હુમલાના ડરે મંદિર છોડીને ચાલ્યો જતાં ભાવિકોમાં પ્રશાસન સામે રોષ ફેલાય ગયો હતો. 

કહેવાતી હિન્દુઓની મંદિર બચાવવાવાળી ભાજપની સરકારમાં એક મંદિરનું વીજ જોડાણ પીજીવીસીએલ દ્વારા એક અરજીના આધારે કાપી નખાયું હતું. ચૂંટણીના સમયે મંદિરો માટે આંદોલન કરતી સરકારની નિતીરી ચૂંટણી આધારીત હોવાની આજે શ્રદ્ધાળુઓએ આક્ષેપ કર્યા હતાં. શહેરના જૂનાગઢ રોડ પર યાર્ડ સામે વર્ષોથી મામાદેવનું મંદિર આવેલ છે. આ મંદિરમાં ગત શુક્રવારે મંદિર પાછળ પ્લોટ ધરાવતા આસામી સુભાષભાઈ પટેલ દ્વારા મંદિરમાં તોડફોડ કરી હતી જેની પોલીસ ફરીયાદ પણ નોંધાઇ હતી. બાદ સુભાષ પટેલ દ્વારા મંદિરમાં વીજ જોડાણ ગેરકાયદેસર હોવાની અરજીના અનુસંધાને આજે પીજીવીસીએલ દ્વારા વીજ જોડાણ કાપી નખાયું હતું.

આજે મામાદેવના આસ્થાનો વાર શુક્રવાર હોય સવારથી સાંજ સુધી ભાવિકોનો પ્રવાહ સતત ચાલુ જ હોય તેવાં મંદિરનું વીજ જોડાણ કાપી નખાતાં ભાવીકોમાં રોષ ફેલાય ગયો હતો. અને કેટલાક ભાવિકો જે મામાદેવમાં અસીમ શ્રદ્ધા ધરાવે છે તેઓ તો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતાં. બીજીબાજુ મંદિરમાં વર્ષોથી સેવા પૂજા કરતા પુજારી નવનીતભાઈ સોલંકી કે જેઓએ ગત શુક્રવારે સુભાષ પટેલ સામે ધાર્મિક લાગણી દુભાવવાની અને મારી નાંખવાની ધમકીની ફરીયાદ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. તે પુજારી મંદિરનું વીજ જોડાણ કપાય જતાં પોતાની પર પણ હુમલો થશે તેવા ડરે મંદિરને કાયમી રામ રામ કરીને હવે પોતે ક્યારેય સેવા પૂજા કરવા નહિ આવે તેમ કહી અલવિદા કરી દીધા.
વિક્રમસિંહ ચુડાસમા જેતપુર

IMG-20211204-WA0098.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *