Gujarat

જેતપુરના નવાગઢમાં ખાડા રાજ

જેતપુરના નવાગઢને દાયકા થયા ઓરમાયુ વર્તન જેની સાથે સરેઆમ રખાય છે તેવા વિશ્વ વિખ્યાત સાડી ઉદ્યોગના હબ સમા જેતપુરના નવાગઢની બદતર હાલત ખાડાઓએ કરી છે. ગામ નાનુ ને નેતા જાજા પણ કોઈ ના પેટનું પાણી નવાગઢની જનતાની રાડો પાડી પાડી કરાતી ફરીયાદ કાને સંભળાતી નથી નજીકના ભુતકાળમા નવાગઢની એક સંસ્થા આત્મનિર્ભર બની જાત મહેનત જીંદાબાદને લોકફાળો કરી ખાડા બુરયા હતા. જેતપુર પંથક મા જયાર થી તાકતવર નેતા વિઠૃલભાઈ રાદડીયા ની વિદાય થય છે ત્યાર થી ખરેખર નોધારૂ બન્યુ છે તેવો ભાસ ખરા અર્થમાં નવાગઢની જનતાને થય રહયો છે. સ્થાનીક નેતાઓ તથા અન્ય મસમોટા નેતાઓને અધિકારીઓ નવાગઢમાંથી પસાર થાય છે પણ ન જાણે કેમ આ ખાડા દેખાતા નથી તેવો સવાલ નવાગઢની જનતા મા ઉઠયો છે
વિક્રમસિંહ ચુડાસમા જેતપુર

IMG-20211001-WA0096.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *