Gujarat

જેતપુરની પોલીસ ચિતભ્રમ અવસ્થામાં : મહિલા આગેવાનોના દેશી  દારૂના દરોડા યથાવત

પેટા
ભાદર નદીનો કાંઠો ખૂંદી વળી ને મહિલા આગેવાનોએ પોલીસને બતાવ્યો દેશી દારૂનો મોટો જથ્થો
પેટા
પોલીસે શંકાસ્પદ દારૂને એફએસએલમાં મોકલવાની કરી ટકોર
પેટા
ભાદર નદી કાંઠે દેશી દારૂની 9 ધમધમતી હોવાનો શારદાબેન વેગડાનો આક્ષેપ
જેતપુર તારીખ 29 (હરેશ ભાલીયા દ્વારા)
જેતપુર શહેરમાં દિવસેને દિવસે રોજ જુદી જુદી જગ્યાએથી હજારો લીટર દેશી દારૂનો જથ્થો પકડીને મહિલા આગેવાનોએ શહેર પોલીસને ચિત્તભ્રમ કરી દીધી છે મહિલા આગેવાનોની જાણકારી પછી પોલીસ ઘટના સ્થળે તુરંત દોડી આવે છે અને દેશી દારૂ ને એકત્ર કરવા ઊંઘી પડી ગઈ છે. મહિલા આગેવાનો આક્ષેપ છે કે જ્યાં સુધી જેતપુર શહેર માંથી દેશી દારૂનું દુષણ દુર નહિ થાય ત્યાં સુધી તેઓ નિરાંતે બેસે નહિ અને પોલીસને નિરાંતે બેસવા પણ નહિ દે તે પાકું છે.
જેતપુર નવાગઢ નગરપાલિકાના કોંગ્રેસના સદસ્ય શારદાબેન વેગડા તેમજ કોંગ્રેસ અગ્રણી સહેનાજ બેન બાબીએ ગઈકાલે અન્ય મહિલાઓને સાથે રાખીને જેતપુરની ભાદર નદીના કાંઠે જનતા રેડ કરતા સેંકડો કોથળી દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવાના સાધનો તેમજ દારુ બનાવવાનો આથો સહિતના સાધનો મળી આવ્યા હતા.
આવા સમયે મહિલા આગેવાનોએ પોલીસને રૂબરૂ બોલાવતા જેતપુર શહેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દરજી સહિતનો પોલીસ કાફલો ભાદર નદી કાંઠે દોડી જતા આ વિસ્તારમાં મોટા પાયે બનાવાતો દારૂનો અડ્ડો જોવા મળ્યો હતો.
મહિલા આગેવાનોએ દારૂ બનાવવાના સાધનો બતાવીને પોલીસને કહ્યું હતું કે અહીં રોજ આઠ નવ જેટલી દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. હજારો રૂપિયાનો હજારો લીટર દેશીદારૂ બનાવાય છે. આ બધું પોલીસ તંત્ર જાણતું હોવા છતાં ક્યારેય અસરકારક દરોડા પાડવામાં આવ્યા નથી. પરિણામે દેશીદારૂના બુટલેગરોને મોકળું મેદાન મળી ગયું છે.
જનતા રેડ દરમિયાન મહિલા આગેવાનોએ  દારૂ બનાવવાના સાધનો પોલીસને બતાવતા પોલીસ ઇન્સ્પેક્ટર દરજીએ આ મુદ્દામાલ નાશ કર્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે કાયદાકીય રીતે એ પ્રશ્ન ઊભો થાય છે કે પોલીસ ગમે ત્યારે દારૂના દરોડા પાડે ત્યારે દારૂ સહિત દારૂ બનાવવાના સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરી કોર્ટમાં રજુ કરતી હોય છે. પરંતુ અહીં દારૂ બનાવવાના સાધનો કેમ મૂકી દેવાયા તે તપાસનો વિષય છે.
શહેર પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર દરજીએ મહિલા આગેવાનોને કહ્યું હતું કે ભાદર નદી કાંઠે દારૂ બનાવવાના ઉપયોગમાં લેવાતા બેરલમાં પોલીસે કાણા પાડીને મુદ્દામાલ નો નાશ કર્યો છે. મતલબ કે પોલીસના કહેવા મુજબ કોઈપણ બેરલમાં દારૂ ભરવામાં આવતો હોય તેમાં કાણા પાડીને મુદ્દામાલ નાશ કર્યો  કહેવાય છે. ત્યારે આ વાતમાં તથ્ય શું છે તે કાયદાશાસ્ત્રીઓએ  તપાસવું જોઈએ.
બોક્સ :
પોલીસ, પોલીસનું કામ કરે છે : પીઆઇ દરજી
જેતપુર : જેતપુર શહેરની ભાદર નદી કાંઠે મહિલા આગેવાનોએ જનતા રેડ કરીને દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યા બાદ પોલીસની ઘટના સ્થળે બોલાવતા પ્રારંભિક રીતે મહિલા આગેવાનો સાથે પોલીસને ચકમક ઝરે તેવી સ્થિતિ નિર્માણ થઇ હતી. આ તકે પોલીસ ઇન્સ્પેક્ટર દરજીએ મહિલા આગેવાનો અને જણાવ્યું હતું કે શહેરમાં પોલીસ પોલીસનું કામ કરે છે. પોલીસને જાણકારી મળશે તો દેશી દારૂના દરોડા જરૂર પડશે.
બોક્સ :
શંકાસ્પદ દેશી દારૂને એફ.એસ.એલ.માં મોકલાશે : પીઆઇ દરજી
જેતપુર : મહિલા આગેવાનોએ ભાદર નદી કાંઠે દેશી દારૂનો જથ્થો ઝડપીને પોલીસને બોલાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. એક આખી ડોલ દેશી દારૂની ભરી હતી તે દારૂ બાબતે પીઆઇ દરજીએ મહિલા આગેવાનોને જણાવ્યું હતું કે આ દારૂ નથી પણ નદીનું ગંદુ પાણી છે. આવો દારૂ થોડા કોઈ પિતા હશે. આ દારૂને એફ.એસ.એલ.માં મોકલીને તપાસ કરાશે દારૂ છે કે નહીં. ત્યારે મહિલા આગેવાનોએ પોલીસને તેમની કામગીરી કરવા કહ્યું હતું.
બોક્સ : મહિલા આગેવાનોના દારૂના દૂષણને હટાવવાના અભિયાનને  સફળતા : વધુ 6 જગ્યાએ દારૂ દરોડા પાડતી પોલીસ
જેતપુર :  ગુજરાત રાજ્યમાં દારૂ-જુગારની બદીને ડામવા માટે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી તરફથી સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોઇ જે ડ્રાઇવ સબબ રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબની સુચના તથા જેતપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ ના માર્ગદશન હેઠળ પ્રોહી. જુગારની પ્રવૃતી સદંતર નાબુદ કરવા સુચના કરેલ.
જે અંગે  પોલીસ ઇન્સ્પેકટર પી.ડી.દરજી તથા જેતપુર ડિવીઝનના અધિકારીશ્રી તથા અન્ય પોલીસ સ્ટાફ સાથે જેતપુર શહેરમાં અલગ અલગ વિસ્તાર જેવા કે, ભાદરના સામાકાઠાં તથા નરસંગ ટેકરી વિસ્તાર તથા ફુલવાડી વિસ્તાર તથા વડલી ચોક વિસ્તાર તથા ધોરાજી રોડ, રેલ્વે પાટા પાસેનો વિસ્તારમાં તથા દેરડીધાર વિસ્તાર તથા સારણના પુલ પાસેનો વિસ્તારમાં સફળ રેઇડો કરી અલગ અલગ જગ્યાએથી કુલ ૧૦ પ્રોહીબીશનના કેસો શોધી કાઢેલ છે.
જેમાં ઈંગ્લીશ દારૂની MC DOWELL.5 બોટલ નંગ-૦૪ કિ.રૂ.૧૨૦૦/
દેશી દારૂ લીટર-૨૭ કિ.રૂ. ૫૪૦/- તથા દેશીદારૂ બનાવવાનો આથો લીટર-૨૫ કી.રૂ.૫૦/- કુલ મુદામાલ કિ.રૂ.૧૭૯૦/- તથા પીવાના -૦૨ કેસ કરવામાં આવેલ. જેમાં  આરોપીઓ વિરૂધ્ધ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો રજી. કરી કરાવેલ છે. (૧) ભાદરાના સામાકાાં તથા નરસંગ ટેકરી વિસ્તાર
૧. વિઠ્ઠલભાઇ ભોજાભાઇ ચાવડા, રહે, જેતપુર, ભાદરના સામાકાંઠે, નરસંગ ટેકરી.
૨. અનીષભાઇ સીતારભાઇ તરખેસા, રહે, ભાદરના સામાકાંઠે, સરકારી હાઇસ્કુલ પાસે, જેતપુર
ફૂલવાડી વિસ્તારમાંથી
કુલદીપભાઇ પ્રકાશભાઇ મકવાણા, રહે. ફુલવાડી, ખત્રી સમાજની વાડીની સામે, જેતપુર
 વડલી ચોક વિસ્તાર તથા સારણના પુલ પાસેનો વિસ્તારમાં ગૌરીબેન રાજુભાઇ વાઘેલા, રહે, જેતપુર, વડલી ચોક, ગોંદરા વિસ્તાર તેમજ ભરતભાઈ જમનભાઈ દાંધરીયા, રહે.રમેશ ઓઈલમીલ પાછળ, ચાપરાજપુર ગામ, તા.જેતપુર
ધોરાજી રોડ, રેલ્વે પાટા પાસેનો વિસ્તારમાં
જીવુબેન વા/ઓ હરસુખભાઇ વડદોરીયા, રહે. ધોરાજી રોડ, ચામુંડા ચોક, જેતપુર
 દેરડીધાર વિસ્તારમાં મુનાભાઇ ઉર્ફે મુની ચનાભાઇ વડદોરીયા, રહે. દેરડીધાર, આવાસ યોજના પાસે, જેતપુર,  અશ્વીનભાઇ મનસુખભાઇ બારૈયા, રહે.બાપુની વાડી, અભિષેક સ્કુલ પાસે, જેતપુર, ૩. જીગર ઉર્ફે જીગો ઉર્ફે દુડી બીશુભાઇ ભરવાડ, રહે.વડલી ચોક, જેતપુર સામે ગુના નોંધવામાં આવ્યા છે.
દારૂ દરોડા દરમિયાન જેતપુર ડિવીઝન અધિકારીશ્રી તથા અન્ય પોલીસ કર્મચારી ટીમ,
(પી.ડી.દરજી) પોલીસ ઇન્સ્પેકટર જેતપુર સીટી પોલીસ સ્ટેશન રોકાયા હતા.

Screenshot_20211128-215721_Gallery.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *