- કૂતરા પોતાની શેરીમાં જ સિંહ હોય છે, એ કહેવત તો આપણે સૌ કોઈએ સાંભળી જ હશે, પરંતુ ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગીરમાં જંગલના રાજા સિંહ અને એક શ્વાનનો આમનો સામનો થયો હતો. જેમાં કૂતરો પૂરી તાકાતથી સિંહ સામે લડતો જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં, એક સમય પછી સિંહ પીછેહટ કરવા મજબૂર થઈ જાય છે.
- સિંહના કુદરતી નિવાસ સ્થાન ગીરના જંગલમાં પ્રવાસ માટે દેશ-વિદેશના સહેલાણીઓ દરવર્ષે આવે છે. વન વિભાગ દ્વારા તેમને માટે જંગલ સફારીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ દરમિયાન સહેલાણીઓને સિંહના દર્શનનો લાભ મળે છે. આ ક્ષણોને સહેલાણીઓ પોતાના કેમેરામાં કેદ કરવાનું નથી ભૂલતા
- હાલનો વીડિયો આવા જ કોઈ સહેલાણી તરફથી વાયરલ કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. IFS પ્રવિણ કાસવાને આ વીડિયો શેર કરતાં લખ્યું છે કે, જીવનમાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. શ્વાન વિરુદ્ધ સિંહ
- આ વીડિયોમાં તમે જોઈ શકો છે કે, એક સિંહ જંગલમાં કૂતરાની પાછળ દોડતો જઈ રહ્યો છે. જેના પર શ્વાન હિંમતપૂર્વક સિંહનો સામનો કરે છે. થોડીવાર લડાઈ અટકે છે, તો સિંહ કૂતરા તરફ આગળ વધે છે. જો કે કૂતરુ ભસીને પલટવાર કરે છે. Lion Fight Video Viral
એક મિનિટ 34 સેકન્ડના આ વીડિયોમાં સિંહ એટલો નાસીપાસ થઈ જાય છે કે, અન્ય એક સિંહ આવ્યા બાદ પણ શ્વાન પર હુમલો કરવાની હિંમત નથી કરી શકતો. બીજી તરફ એક્સપર્ટોનું કહેવું છે કે, જંગલના રાજા કહેવાતા સિંહોની આક્રમણ કરવાની અને શિકાર કરવાની ક્ષમતા હવે ખતમ થઈ રહી છે, કારણ કે તેમને તૈયાર ખોરોક પીરસવામાં આવી રહ્યો છે