નવસારી
ચીન અને તિબેટ વચ્ચે સંઘર્ષ વર્ષો જૂનો છે. આજે પણ તિબેટીયનો ચીન સામે આઝાદીની લડાઇ લડી રહ્યા છે. ચીનના બેઈજિંગમાં યોજાનારા વિન્ટર ઓલિમ્પિક ૨૦૨૨નો ભારત વિરોધ કરે અને ભારતીય ખેલાડીઓ ઓલમ્પિકમાં ભાગ ન લે એવી માંગ સાથે ૧૫ તિબેટીયન યુથ કોંગ્રેસના યુવાનોનું ગ્રુપ કર્ણાટકના બેંગલુરૂથી દિલ્હી સુધી બાઈક રેલી લઈને નીકળ્યુ છે. ૭ બાઈક અને ૨ કાર સાથે નીકળેલું આ ગ્રુપ ત્રણ રાજ્યોની સફર ખેડી ગત મોડી રાતે નવસારી પહોંચ્યું હતું. નવસારીના ટાટા હોલ નજીક ગરમ ઉની વસ્ત્રો વેચવા આવેલા તિબેટીયન વેપારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. સાથે ચીન સામેની લડાઇના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યાં હતા. તિબેટીયન યુવાનોએ ચીન સામેના સંઘર્ષ અને વિરોધનું કારણ જણાવી તેમની મુખ્ય ૪ માંગ દર્શાવી હતી. જેમાં પ્રથમ ચીનમાં ૨૦૨૨ માં થનારા બેઈજિંગ ઓલિમ્પિકનો ૭ દેશો બોયકોટ કરી ચુક્યા છે, તો ભારત પણ બેઈજિંગ ઓલિમ્પિકનો બોયકોટ કરે એ મુખ્ય માંગ ઉચ્ચારી હતી. કારણ ઓલમ્પિક એટલે જાેડવું, પણ ચીન માનવ અધિકારોનું સતત હનન જ કરતું આવ્યું હોવાના આક્ષેપો કર્યા હતા. સાથે જ તેમની વર્ષો જૂની અન્ય ત્રણ માંગણીઓને પણ પૂરી કરવામાં આવે એવી આશા વ્યક્ત કરી હતી. યુવાનો દિલ્હી પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બેઇજિંગ ઓલમ્પિકમાં વિરોધ અને બોયકોટ કરવાની વિનંતી કરશે.ચીનના બેઇજિંગમાં આગામી વર્ષે વિન્ટર ઓલિમ્પિક યોજાવાની છે. જેનો ટીબેટીયન યુવા સંગઠને વિરોધ નોંધાવ્યો છે. ભારતીય ખેલાડીઓ ઓલમ્પિકમાં ભાગ ન લે એવી માંગ સાથે ટીબેટીયન યુથ કોંગ્રેસના યુવાનોનું એક ગ્રુપ બાઈક રેલી સ્વરૂપે ભારત બ્રહ્મણે નીકળ્યું છે. જેઓ ૧૦ રાજ્યોમાંથી પસાર થઈ દિલ્હી પહોંચી વડાપ્રધાનને બેઈજિંગ ઓલિમ્પિકનો ભારત બોયકોટ કરેની વિનંતી કરશે.


