Gujarat

ઠાસરામાં બે જૂથો વચ્ચે ઝઘડો થતાં મારામારી

નડિયાદ
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના સાંઢેલી ગામે રહેતો કિશન જશુભાઈ ગોહેલ શુક્રવારની સાંજે તાલુકા મથક ઠાસરામાં આવ્યો હતો. બસ સ્ટેશન નજીક કિશન ઊભો હતો. આ દરમિયાન બે વિધર્મી યુવકોએ તેની સાથે કોઈક બાબતને લઈને ઝઘડો કર્યો હતો. જેથી તકરાર થતાં મામલો બિચક્યો હતો. જેમાં મોડી સાંજે શહેરમાં વાતાવરણ ડહોળાયું હોય તેવી પરિસ્થિતિ ઉભી થતાં સ્થાનિક પોલીસે તુરંત આવી સ્થિતિને સંભાળી હતી. પોલીસના કાફલાએ મોડી રાત સુધી ઠાસરા નગરમાં પેટ્રોલીંગ કર્યુ હતું. ઉપરોક્ત બનાવ સંદર્ભે કિશન ગોહેલે ઠાસરા પોલીસમાં રઈશ અને સહેજાદ નામના વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. અત્યાર સુધીમાં એક જ ફરિયાદ નોંધાઈ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુંખેડા જિલ્લાના ઠાસરામાં અગમ્ય કારણોસર બે કોમના યુવકો વચ્ચે ઝઘડો થતાં મારામારી થઈ હતી. ઠાસરાના સાંઢેલીના યુવકો અને વિધર્મી યુવકો વચ્ચે અગમ્ય કારણોસર વાત વણસતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ અંગે ઠાસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *