Gujarat

તારીખ ૦૧.૦૯. થી ૩૦.૦૯.૨૦૨૧ સુધી અમરેલી જિલ્લા ના રાજુલા તાલુકા આઈ. સી. ડી. એસ. ઘટક દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી

જેમાં દરેક સેજામા ચાલતા અલગ અલગ આંગણવાડી કેન્દ્રો દ્વારા વાનગી નિદર્શન વાનગી સ્પર્ધા કિશોરી રેલી સગર્ભા ધાત્રી બહેનોની મિટિંગ પણ આ પોષણમાસ દરમ્યાન યોજવામાં આવી
જેમાં ચારોડીયા વડલી આગરીયા નવા ધારેશ્વર બાબરીયાધાર વાવેરા સમઢીયાળા ચાંચબંદર ઝાપોદર મોટી કાતર રામપરા -૨ કુમ્ભારીયા ચોત્રા રાજુલા -૨૦ રાજુલા -૧૮ રાજુલા -૫ રાજુલા -૨૩ વિસળિયા વિકટર ખાખબાઇ અને હિંડોરણા જેવા ગામોમાં વાનગી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું અને મિટિંગ યોજી બહેનોને આરોગ્ય અને પોષણ અંગે માર્ગદર્શન આપી વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી અને કુપોષિતો નુ પ્રમાણ ઘટાડવા ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો અને કુપોષણ અંગે સી.ડી.પી.ઓ. શ્રી નીતાબેન દ્વારા ખાસ પ્રકાશ પાથરવામાં આવ્યો હતો
આ તકે સુપરવાઈઝરશ્રી ઓ શોભનાબેન નીતાબેન ભાવિકાબેન કીર્તિબેન જાગૃતિબેન દ્વારા  આંગણવાડી વર્કર બહેનોને આ કાર્યક્રમ ના આયોજન અને પોષણમાસ ઉજવણી અંગે નિ સમજ આપી સંપૂર્ણ માર્ગદર્શિત કરાયા હતા અને તેઓશ્રી ના સંપૂર્ણ માર્ગદર્શન નીચે આ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા
એન. એન. એમ. તુષારભાઈ અને અભિભાઈ દ્વારા પોષણ ફેક્ટર ની તાલીમ આપી હતી અને ન્યુટ્રી ગાર્ડન બનાવવા સમજણ આપી હતી
આ તકે આંગણવાડી વર્કર બહેનોઅને હેલ્પર બહેનો ખાસ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ને ચાર ચાંદ લગાડવા અને ઓપનિંય બનાવવા અનેબહોળી સઁખ્યામાં હાજર રહેલા જે તે વિસ્તાર ના સગર્ભા અને ધાત્રી માતા ઓ અને બહેનો ને પોષણ માસ ઉજવણી અંગે જીવનમાં પોષણની ખુબજજરૂરિયાત રહેલી છે તે અંગે સરાહનીય અને રસ સભર માહિતી પુરી પાડવામાં આવી હતી
આ સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન સી. ડી. પી. ઓ. શ્રી નીતાબેન ની સિદ્ધિ દેખરેખ અને માર્ગદર્શન નીચે યોજવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ ને સફળતા પૂર્વક પાર પાડવા અને સફળ બનાવવા તમામ આંગણવાડી વર્કર બહેનો અને હેલ્પર બહેનો દ્વવારા ભારે જહેમત ઉઠાવવામા આવી હતી
રીપોર્ટબાય.. ભરતભાઈ ખુમાણ

IMG-20211002-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *