Gujarat

તાલિબાની નેતાએ સોમનાથના ધ્વંસની વાતથી વિવાદ જાગ્યો

સોમનાથ
તાલિબાનોની યુવા પેઢીનો આ નેતા અનાસ હક્કાની હક્કાની નેટવર્કના સ્થાપક અને સર્વોચ્ચ નેતા, સિરાજુદ્દીન હક્કાનીનો નાનો ભાઈ છે. આ સિરાજુદ્દીનનાં માથાં માટે એક કરોડ ડોલરનું ઇનામ પણ જાહેર કરાયું છે. સિરાજુદ્દીન આરબ દેશોમાંથી ફંડ ઉઘરાવવા માટે જાણીતો છે. તેનો નાનો ભાઈ અનાસની અમેરિકાએ ધરપકડ કરી હતી અને પાંચ વર્ષની કેદ પણ કરી હતી તે ૨૦૧૯માં જેલમાંથી બહાર આવ્યો હતો.સોમનાથ મંદિરના ધ્વંસ માટે મહમદ ગઝનવીની અનાસ હક્કાનીએ કરેલી પ્રસંશા, વિવાદ જગાવે છે. મંગળવારે મહમ્મદ ગઝનવીના મકરબાની મુલાકાતે ગયેલા અનાસે આ મુલાકાત પછી પોતાનાં ટ્‌વીટર ઉપર મહમ્મદની ભવ્યતાનું પણ વર્ણન કર્યું હતું. અનાસનાં આવાં વિધાનોએ સોશ્યલ મીડીયા ઉપર ભારે ચકચાર જગાવી દીધી છે. હક્કાનીએ, તેમના ટિ્‌વટમાં જણાવ્યું હતું કે દસમી સદીના મહાન યોદ્ધા અને આ સમગ્ર વિસ્તારના સુલ્તાન મહમ્મદ ગઝનવીએ, સોમનાથ મંદિર તો તોડયું જ હતું સાથે ત્યાં રહેલી પ્રતિમા (શિવલિંગ)ના પણ ટુકડા કરી નાખ્યા હતા. તે સર્વવિદિત છે કે હક્કાની નેટવર્કને પાકિસ્તાનની લશ્કરી જાસૂસી સંસ્થા ૈંજીૈં સાથે સીધો સંપર્ક છે. આથી હક્કાનીએ કરેલી આ પ્રશંસાના અન્ય ગર્ભિત અર્થો પણ નીકળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *