Gujarat

તા .૧૬ / ૦૯ / ૨૦૨૧ શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ઉજવણી પ્રસંગે માજી સાંસદ

  ” માવાણી દંપતિ ” એ અંગદાન કરવા જાહેર પ્રતિજ્ઞા કરી . શ્રી અરવિંદભાઈ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આજરોજ તા .૧૭ / ૦૯ / ૨૧ ના ” હોટલ પેટીયા ચુટસ ” , એરપોર્ટ મેઈન રોડ , રાજકોટ મુકામે ” રકતદાન કેમ્પ ” નું આયોજન કરવામા આવેલ હતું . માજી ગર્વનરશ્રી વજુભાઈ વાળા , માજી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી , અરવિંદભાઈ મણિયાર ટ્રસ્ટના શ્રીમતિ હંસીકાબેન મણિયાર , શ્રી કલ્પકભાઈ મણિયાર , શ્રી ડો . વલ્લભભાઈ કથીરીયા તેમજ શહેરના અનેક બુધ્ધીજીવીઓ આ પ્રસંગમાં હાજર રહેલ હતા . વડાપ્રધાનશ્રીના જન્મદિવસની ઉજવણીના અનુસંધાનમા આંતરરાષ્ટ્રીય કક્ષાની ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિઓ સાથે સંકડાયેલ ” માજી સાંસદ દંપતિ ” શ્રી રામજીભાઈ માવાણી તથા શ્રીમતિ રમાબેન માવાણીએ પોતાના અંગનું દાન કરવાની પ્રતિજ્ઞા કરી સમાજ સેવાનું ઉમદા ઉદાહરણ ઉપાડેલ હતું . બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થીત મહેમાનો તથા શ્રોતાજનોએ ” માવાણી દંપતિ ” ને અભિનંદન પાઠવેલ હતા . ” માવાણી દંપતિ ” વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને સદીથી વધુ જીવંત રહી ભારતીયોની સેવા કરવા શુભેચ્છા સાથે આર્શિવાદ પાઠવેલ હતા . તા.ક . : – ” રકતદાન કેમ્પ ” પ્રસંગના ફોટોગ્રાફસ આ સાથે જોડેલ છે .

રીપોર્ટર ભુપતભાઈ પૂર્ણવૈરાગી જસદણ

IMG-20210920-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *