Gujarat

દશેરાના ત્રણ દિવસ પહેલાં ફાફડાના સ્ટોક કરવાનું શરૂ થઇ ગયું છ

સુરત
સુરતમાં દશેરાના દિવસે રાવણ દહનનું જે મહત્વ છે તેવું જ મહત્વ સુરતીઓના મન ફાફડા આરોગવાનું પણ છે. સુરતમાં આમ તો દર રવિવારે અનેક દુકાનો પર ફાફડાની લાઈન જાેવા મળે છે. પરંતુ દશેરાના દિવસે સુરતમાં ફાફડાનું વેચાણ કરતી દુકાનો બહાર મેળો જેવો લાગી જાય છે. આગામી શુક્રવારે દશેરાનો તહેવાર હોવાથી સુરતમાં ફાફડાનું વેચાણ કરતાં વેપારીઓએ અત્યારથી જ ફાફડાનો સ્ટોક કરવાનું શરૂ કરી દીધું છે.સુરતી અને કાઠીયાવાડી ફાફડા સાથે સુરતમાં રાજસ્થાની ફાફડાની ડિમાન્ડ પણ જાેવા મળે છે. સુરતમાં મોડી રાત સુધી ખુલ્લી રહેતી ચાની રાજસ્થાની રેસ્ટોરન્ટમાં આ દિવસોમાં ફાફડાનું વેચાણ જાેરમાં થાય છે. રાજસ્થાની ફાફડામાં સુરતી અને કાઠીયાવાડી ફાફડા કરતાં ખારો વધુ માત્રામાં હોય છે અને તે ફાફડા થોડા લાલ બને છે તેથી કેટલોક વર્ગ તેની પણ ડિમાન્ડ કરે છે. તહેવારની ઉજવણીમાં અગ્રેસર અને ખાણી પીણીના શોખીન સુરતીઓ માટે દશેરાનો તહેવાર અનેરૂ મહત્વ ધરાવે છે. ધાર્મિક મહત્વ સાથે ખાણી પીણીનું પણ મહત્વ હોય આ દિવસે સુરતીઓ હજારો કિલો ફાફડા ઝાંપટી જશે. ફાફડા બનાવવા માટે બેસન અને અજમો મુખ્ય સામગ્રી હોય છે પરંતુ દરેક વેપારીની ફાફડા બનાવવાની સ્ટાઈલ અલગ અલગ હોવાથી સુરતમાં વિસ્તાર મુજબ ફાફડાની ડિમાન્ડ જાેવા મળે છે. સુરતમાં ભુંગળી વળી હોય તેવા સુરતી ફાફડા સાથે પહોળા હીંગ નાંખેલા કાઠીયાવાડી ફાફડા અને જાડા રાજસ્થાની સ્ટાઈલમાં ફાફડાનું વેચાણ થાય છે. લોકો પોતાના ટેસ્ટ  પ્રમાણે ફાફડા ખાઈને દશેરાના તહેવારની ઉજવણી કરવા માટે ઉતાવળા બન્યા છે.સુરત હોય કે ભારત ગમે ત્યાં ફાફડા બનાવો એટલે તેના માટે બેસન, અજમો અને તેલ એ જ સામગ્રી હોય છે પરંતુ વિસ્તાર પ્રમાણે જે રીતે ફાફડાની ડિમાન્ડ છે તે રીતે વેપારીઓ અલગ અલગ સ્ટાઈલમાં ફાફડા બનાવી રહ્યાં છે. સુરતીઓ મોટા ભાગે ભુંગળી વળી જાય તેવા સુરતી ફાફડા પસંદ કરે છે. આ ફાફડા માટેના કારીગરો પણ ખાસ હોય છે. આ પ્રકારના ફાફડાની અંદર ચટણી મુકીને સરળતાથી ખાઈ શકાતા હોય સુરતીઓ આ ફાફડા પસંદ કરી રહ્યાં છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રીયન કારીગરો પહોળા નાયલોન ફાફડા બનાવે છે તેના પર હિંગનો છંટકાવ કરે છે તે ફાફડાની ડિમાન્ડ પણ જુદી જ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *