Gujarat

દિવાળીના તહેવારોમાં રાત્રે માત્ર ૨ જ કલાક ફટાકડા ફોડવા મંજૂરી

અમદાવાદ
રાજ્યમાં ભારે ઘોંઘાટવાળા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. એટલું જ નહીં સરકારના જાહેરનામા મુજબ, જાહેરમાં આ ફટાકડા ફોડી શકાશે નહીં. ગ્રીન માન્યતા ધરાવતા ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે. તેના ઉત્પાદન તથા વેચાણની પરવાનગી આપવામાં આવી છે. આ સિવાયના અન્ય તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત તમામ ઈ-કોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન ફટકડાના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આની સાથે ફટાકડા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા બેરિયમ પર પણ સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકારે તેના જાહેરનામામાં કહ્યું છે કે, દિવાળીના તહેવારો દરમિયાન રાત્રે ૮થી ૧૦ કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ સિવાય બેસતા વર્ષની રાતે ૧૧.૫૫થી ૧૨.૩૦ સુધી જ ફટાકડા ફોડી શકાશે. જાે કે, સરકાર દ્વારા દર વર્ષે દિવાળીના સમયગાળા દરમિયાન જાહેરનામુ બહાર પાડવામાં આવે છે. કેટલાંક લોકો આ જાહેરનામાનો ભંગ કરતા હોય છે. જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છેદેશ ભરમાં હાલ દિવાળીના તહેવારને લઈને માહોલ જામ્યો છે. ત્યારે રાજ્ય સરકારે એક નવું જાહેરનામુ બહાર પાડ્યું છે. રાજ્ય સરકારે બહાર પાડેલા જાહેરનામા મુજબ, દિવાળીના તહેવારો દરમિયાન રાત્રે માત્ર ૨ જ કલાક ફટાકડા ફોડી શકાશે. આ સિવાય ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પણ પ્રતિંબંધ લગાવવામાં આવ્યો છે. દિવાળીના તહેવાર પૂર્વે જ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના હુકમ બાદ આ જાહેરનામુ બહાર પાડ્યુ છે. બીજી તરફ, ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજ્યમાં દિવાળી તથા અન્ય તહેવારો દરમિયાન રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે. એટલે તમામ નાગરિકોએ આ જાહેરનામાનું પાલન કરવાનું રહેશે. બે કલાકના સમયગાળા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. જાે કે, બેસતા વર્ષે રાત્રે ૧૧.૫૫થી ૧૨.૩૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાને મંજૂરી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *