Gujarat

દિવ નાં મહિલા પત્રકાર અને યથાકાલ દૈનિક સમાચારપત્ર નાં એડિટર મિનાક્ષી ગઢવી એ ગુજરાત લેવલે “બેસ્ટ રિપોર્ટર ઓફ ધી ઇયર ૨૦૨૧” ની રનર્સ ટ્રોફી મેળવી દિવ નું નામ કર્યું રોશન

લાઈવ 24 ગુજરાત ન્યુઝ ચેનલ નાં એમ. ડી. રાજેશભાઈ શર્મા નાં હસ્તે ટ્રોફી એનાયત કરી તેમજ જનરલ મેનેજર બી.જે. રાઠોડ નાં હસ્તે શાલ ઓઢાડીને સન્માનપત્ર અર્પણ કરીને સન્માનિત કરાયા

દિવ નાં ઘોઘલા નિવાસી મિનાક્ષીબેન હરિદાસ ગઢવી કે જેઓ દિવ માં મહિલા પત્રકાર તરીકે ની ફ્રીલાન્સ કામગીરી કરી રહેલ છે. ગત વર્ષે બીજી ઓકટોબર નાં રોજ તેઓ દ્વારા યથાકાલ દૈનિક ગુજરાતી સમાચારપત્ર ની પણ શરૂઆત કરવામાં આવેલ અને તેનું સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કરેલ છે. તેઓ પ્રકાશક અને સંપાદક તરીકે ની ખૂબ સારી કામગીરી કરી રહેલ છે. સાથે તેઓ અન્ય ઇલેક્ટ્રોનિક મીડિયા ચેનલો જેવા કે, ઝેડ.એસ. ટી.વી., લાઈવ24 ગુજરાત, ન્યુઝ 9 ઇન્ડિયા વિગેરે જેવી ચેનલો સાથે પણ જોડાઈને પ્રજા નો અવાજ પ્રશાસન અને સરકાર સુધી પહોચાડવાનો અથાગ પ્રયત્ન કરી રહેલ છે સાથે તાજા સમાચારો પણ પ્રજા સુધી પહોંચાડવામાં કડી સમાન કામગીરી કરી રહેલ છે.

૨૪મી ઓક્ટોબર ૨૦૨૧ નાં રોજ મહેસાણા સેફ્રોની હોલીડે રિસોર્ટ નાં સભાખંડ  ખાતે લાઈવ24 ગુજરાતી ન્યુઝ ચેનલ દ્વારા રિપોર્ટર સન્માન સમારોહ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જેમાં મુખ્ય અતિથિ તરીકે લાઈવ24 ગુજરાત ન્યુઝ ચેનલ નાં એમ. ડી. રાજેશભાઈ શર્મા, અતિથિ વિશેષ જનરલ મેનેજર બી.જે. રાઠોડ અને મેનેજિંગ ડાયરેક્ટર જયેશ પટેલ, ઇનપુટ હેડ દિવ્યેશભાઈ નસિત ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે ચેનલ સાથે જોડાયેલ ગુજરાત રાજ્ય નાં તમામ જિલ્લા અને તાલુકા નાં રિપોર્ટર ભાઈઓ ઉપસ્થિતિ રહેલ જેમાં દિવ થી મહિલા રિપોર્ટર તરીકે તમામ ઉપસ્થિત રિપોર્ટર ભાઈઓ માં એકમાત્ર મહિલા રિપોર્ટર મિનાક્ષી ગઢવીએ હાજરી આપેલ. જે અંતર્ગત ચેનલ સંચાલક દ્વારા ઉપસ્થિત મહાનુભાવો નાં વરદ હસ્તે ઉપસ્થિત તમામ રિપોર્ટરો ને શાલ ઓઢાડી ને સન્માનપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષભર ચેનલ માં ઉત્તમ કાર્ય કરવા બદલ ત્રણ રિપોર્ટર ની પસંદગી કરવામાં આવેલ જેમાં દિવ નાં મહિલા પત્રકાર અને યથાકાલ દૈનિક સમાચારપત્ર ના એડિટર મિનાક્ષી ગઢવી એ ગુજરાત લેવલે બેસ્ટ રિપોર્ટર ઓફ ધી ઇયર ૨૦૨૧ ની રનર્સ ટ્રોફી મેળવી દિવ જિલ્લા નું તેમજ પોતાનાં ખારવા સમાજ નું નામ રોશન કર્યું છે. તે માટે લાઈવ 24 ગુજરાત ન્યુઝ ચેનલ નાં એમ. ડી. રાજેશભાઈ શર્મા નાં હસ્તે ટ્રોફી એનાયત કરી તેમજ જનરલ મેનેજર બી.જે. રાઠોડ નાં હસ્તે શાલ ઓઢાડીને સન્માનપત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા. સાથે મિનાક્ષી ગઢવીએ દિવ માં પત્રકારત્વ ક્ષેત્રે મળેલ પોતાની આ સફળતા માટે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, દિવ જિલ્લા કલેકટર શ્રીમતી સલોની રાય, એસ.પી. અનુજ કુમાર તેમજ દિવ પ્રશાસન અને દિવ ની પ્રજા માટે આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓ દ્વારા પણ મિનાક્ષી ગઢવી ને સોશિયલ મીડિયા નાં માધ્યમ થી અભિનંદન પાઠવવામાં આવ્યા તેમજ મિનાક્ષીબેન માટે પ્રેરણા સ્વરૂપ એવા સુપર સ્પીડ મીડિયા નેટવર્ક નાં ડાયરેકટર અને  ઓનર જગદીશભાઈ યાદવ, દિવ્યેશભાઈ નસિત અને લાઈવ24 ની સંપૂર્ણ ટીમ નો આ પ્રસંગે મિનાક્ષીબેન દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવેલ અને દિવ્યેશભાઈ તેમજ જગદીશભાઈ નાં પરિવાર વતી પણ મીનાક્ષીબેન ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા. આ પ્રસંગે મિનાક્ષી ગઢવી ને રૂબરૂ તેમજ સોશિયલ મીડિયા નાં માધ્યમ થી મિત્ર વર્તુળ, પરિવાર  સહિત વિવિધ સ્થળોએ થી મિદિયાકર્મીઓ દ્વારા શુભકામનાઓ ની વર્ષા થઇ રહેલ છે. ઉમંગરાવલ

Presentation3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *