Gujarat

દ્વારકાના ખંભાળિયા નજીકથી ૩૫૦ કરોડનું ડ્રગ્સ ઝડપાય

જામનગર
દેવભૂમિ દ્વારકા વિસ્તારની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ માનવામાં આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિશાળ દરિયાઈ વિસ્તાર આવેલો છે, અને વિવિધ સુરક્ષા એજન્સીઓની નજર આ વિસ્તાર પર સતત રહેતી હોય છે, ત્યારે અગાઉ પણ દરિયાઈ માર્ગે કેટલીય વખત અહી ડ્રગ્ઝ સહિતના માદક દ્રવ્યોની હેરફેર સામે આવી ચુકી છે. મુન્દ્રા બંદરે થોડા દિવસો પહેલા અંદાજીત રૂપિયા ૨૧ હજાર કરોડથી વધુની કિંમતના ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો હતો. ટેલકમ પાવડરની આડમાં આ જથ્થો છુપાવાયો હોવાનું સામે આવ્યું હતું. મુન્દ્રા પોર્ટ પર ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ૨ કન્ટેનરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ અંગે દ્ગૈંછ તપાસ કરી રહી છે. ૨૧ હજાર કરોડના ડ્રગ્સ કેસ ઉપરાંત શંકાસ્પદ કન્ટેનરો અંગે પણ દ્ગૈંછએ તપાસ શરૂ કરી છે. ડ્ઢઇૈંએ ૨૧ હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. આ કેસમાં દ્ગૈંછ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફીયાઓની સંડોવણી અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ કેસ અફઘાનિસ્તાનથી આવતા અર્ધ પ્રોસેસ્ડ ટેલ્કમ સ્ટોન્સના માલની આડમાં હેરોઈનની જપ્તી સાથે સંબંધિત છે, જે ઈરાનના અબ્બાસ બંદરેથી મુંદ્રા બંદરે પહોંચ્યું હતું. આ મામલાની શરૂઆતમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડ્ઢઇૈં) દ્વારા તપાસ કરવામાં આવી હતી. બાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ કેસની તપાસ દ્ગૈંછને સોંપી હતી.દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીકથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ખંભાળિયા નજીકથી રૂપિયા ૩૫૦ કરોડનું ૬૬ કિલો ડ્રગ્સ સાથે રાજસ્થાની શખસની પોલીસે ધરપકડ કરી છે. છ્‌જી, ન્ઝ્રમ્ અને ર્જીંય્ની ટીમે સંયુક્તરીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું. ગુજરાતના દરિયાઈ માર્ગ પરથી ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યુ હોઈ તેવું સામે આવ્યું છે. પોલીસે ખંભાળિયા હાઈવે પર આરાધના ધામ પાસેથી એક શખસને ૩૫૦ કરોડની કિંમતનું ૬૬ કિલો ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં દેવભૂમિ દ્વારકા પોલીસને સફળતા મળી છે. પોલીસે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું છે તેની તપાસ હાથ ધરી છે. દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યુ હોવાની પોલીસે બાતમી મળી હતી. જે આધારે દેવભૂમિ દ્વારકા પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી એક શખસને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો છે. દેવભૂમિ દ્વારકાના જીઁ સુનિલ જાેશીએ માહિતી આપી છે. તેઓએ જણાવ્યું હતું કે, વાડીનાર નજીકથી એક આરોપીને ૧૪ થી ૧૫ કિલો દ્રગ્સ સાથે ઝડપી લેવાયો છે. જેની બજાર કિંમત રૂપિયા ૭૦ કરોડ હોવાનું એસપીએ ઉમેર્યું છે. જાેકે, કુલ ૬૬ કિલો જેટલું ડ્રગ્સ પકડાયું છે. જેની કિંમત ૩૫૦ કરોડની આસપાસનું હોવાનું મનાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો ભૂતકાળમાં દાણચોરી અને કેફી દ્રવ્યો તેમજ હથિયારોની ઘુસણખોરીનું કેન્દ્ર રહ્યો છે. ત્યારે સ્થાનિક પોલીસની જુદી- જુદી શાખાઓ સક્રિય થઈ ડ્રગ્સ કૌભાંડને ઝડપી પાડ્યું છે. દેવભૂમિ દ્વારકા એલસીબી અને એસઓજી દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ખંભાળિયા નજીકથી એક રાજસ્થાની શખસને પકડી પાડવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા એસપી સુનિલ જાેશીએ આ અંગે માહિતી આપી છે. વાડીનાર નજીકથી એક આરોપીને ૧૪ થી ૧૫ કિલો દ્રગ્સ સાથે આંતરી લેવાયો છે. જેની બજાર કિંમત રૂપિયા ૭૦ કરોડ હોવાનું એસપીએ જણાવ્યું હતું.

Drugs-are-rampant-in-Gujarat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *