ધનસુરાના શીકા-હિંમતનગર રોડ પર આવેલા શિવપુરા કંપા નજીક અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક નું મોત થયું હતું.આજ કાલ અકસ્માતોની સંખ્યા વધતી જાય છે ત્યારે વાહન ચાલકોએ સાવધાની રાખવાની જરુરી છે ત્યારે ધનસુરા શીકા હિંમતનગર રોડ પર આવેલા શિવપુરા કંપા પાસે મોડી રાત્રે અકસ્માત થયો હતો.અકસ્માત અજાણ્યા વાહન અને બાઈક ચાલક વચ્ચે થયો હતો. અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલક ને ટક્કર મારી હતી જેને લીધે બાઈક ચાલકનું ગંભીર અકસ્માત માં મોત થયું હતું. ધનસુરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
