Gujarat

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 30મી માર્ચથી લેવાશે

ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા મે-2021માં યોજાશે

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા બુધવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ધોરણ – 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલા વિધાર્થીઓની 30મી માર્ચથી તમામ જિલ્લાસ્તરે પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહની મે-2021માં યોજવનાર પરીક્ષામાં નોંધાયેલા વિધાર્થીઓની રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પરીક્ષા 30મી માર્ચ 2021થી દરેક જિલ્લામાં નક્કી કરાયેલા વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા કેન્દ્રો પર બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. આ અંગે તમામ શાળાઓને પણ જાણ કરી દેવામાં આવી છે.

અગાઉ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ – 9 થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવાનો નિણર્ય કર્યો હતો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં આવી હતી કે ધોરણ – 9 થી 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને 30 ટકા કરવામાં આવ્યું હતું. અગાઉ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકા જેટલું હતું.

ધોરણ – 12 વિજ્ઞાન પ્રવાહમાં અગાઉની જેમ જ પ્રશ્નોપત્રોમાં 50 ટકા બહુ-વિકલ્પ પ્રકારના પ્રશ્નો અને 50 ટકા વરનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવ્યું છે. ધોરણ 9 થી 12ના વરનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઇન્ટરલ વિકલ્પની જગ્યાએ જનરલ વિકલ્પ આપવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના મુખ્ય 40 વિષયના પ્રશ્નપત્રના ગુણભાર અને નમૂનાવાળા પ્રશ્નોપત્રો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મારફતે તમામ શાળાઓને મોકલી આપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *