Gujarat

ધોળકાના કોર્પોરેટરના પુત્ર નકલી પોલીસ બની નાણાં ઉઘરાવતો ઝડપાયો

અમદાવાદ
ધોળકા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ જગદીશભાઈ ગણેશભાઈ તેમજ અજયભાઈ કલાભાઈ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જેમાં ખેડા બાવળા સર્કલ ઉપર ત્રણ ઈસમો પોલીસનો રોફ રાખી રોડ ઉપર રહીને આવતા-જતા વાહનોને ઊભા રાખીને નાણાં ઉઘરાવતા હતા. પોલીસને જાેઈને નકલી પોલીસ બનેલાં ત્રણ ઈસમો ઉભા રહીને વાહન ચેક કરી રહ્યા હતા તે જાેતા જગદીશભાઈ ગણેશભાઈ અને અજયભાઈ કલાભાઈ આ ઈસમોને જાેઈ ગયા જેમાં તે ઓળખી ગયા હતા. કે આ ત્રણ ઈસમો જેમાં મુકેશભાઈ વશરામભાઈ ઠાકોર રહે ધોળકા તથા અઝરુદ્દીન ઇક્રોમુદ્દીન બેલીમ રહે ધોળકા તેમજ સાકિબ હુસેન સાકિર મિયાં મલેકઆ ત્રણેયને તેઓ ઓળખી ગયા હતા. અને તેઓની ધરપકડ કરી હતીપોલીસ હોવાનો રોફ રાખી અને પોલીસકર્મી બની જાહેર રોડ પર લોકો પાસેથી પૈસા પડાવતા શખ્સોની પોલીસે ધરપકડ કરવાં જતાં તેઓ ની ધરપકડ કરી હતી.જેમાં સાકિબ હુસેન સાકિર મિયાં મલેક(વોર્ડ નંબર ૫ કોંગ્રેસ કોર્પોરેટર નાં પુત્ર)ને રવિવારે જામીન મળતાં તેઓ છૂટી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *