Gujarat

ધ્રાંગધ્રામાં ખાનગી ક્લિનિક અને લેબોરેટરીની ઉઘાડી લૂંટ : દર્દીઓને પડ્યા ઉપર પાટું. 

(ગણી ગાંઠી લેબ હોવાથી મનમાની પૂર્વકના ભાવ લેતા હોવાની રાવ)
ધ્રાંગધ્રા :
હોસ્પિટલ નાં નિર્માણ પાછળ નો વિચાર જ લોકોનાં આરોગ્યની સુખાકારી, શાંતિ માટે નો હતો. જે તે સમયના સેવાભાવી અને બુદ્ધિજીવી લોકોનાં આગવા વિચાર સાથે લોકોને આર્થિક બોજો ન પડે અને સેવાકીય ભાવ સાથે આરોગ્યની કાળજી આપી શકાય એ દિશામાં વિચાર મંથન બાદ ભૂતકાળ માં હોસ્પિટલ ની શરૂઆત થઈ હતી. પણ અફસોસ માત્ર પૈસા ને પરમેશ્વર ગણતા આજ નાં માણસે આરોગ્યલક્ષી સેવાને એક કોર્પોરેટ ઉદ્યોગ બનાવી દીધો છે.
કેન્દ્ર સરકાર દ્વારા હમણાં હાલમાં જ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજીસ્ટ્રેશન અને રેગ્યુલેશન) એક્ટ માં નવા સુધારણા દાખલ કરવા પડ્યા છે. રાજ્ય સરકાર ધ્વરા પણ લોકોની આરોગ્યલક્ષી સુખાકારી ની ચિંતા સાથે આર્થિક વ્યવહારમાં કે સુવિધામાં જનતા છેતરાય નહિ એ રીતે કાયદા ને અમલમાં મુક્યો છે. જે મુજબ ખાનગી હોસ્પિટલ્સ કે ક્લિનિક અને લેબોરેટરી ના રજીસ્ટ્રેશન સાથોસાથ, સુવિધાઓ, કાળજી માટે જવાબદારીઓ ફરજીયાત કરેલ છે. જેમાં નાની નાની બાબતો માં ચૂક સામે પેનલ્ટી અને કાયદાકીય પગલાંઓ સુધીની જોગવાઈ મૂકીને અંકુશ મુક્યો હતો. અચરજની વાત તો એ છે કે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ની જોગવાઈઓ મુજબ એક ઇન્સ્પેકશન ટિમ આ દિશામાં સતત કાર્યરત પણ હોય છે તેમ છતાંય અમુક ખાનગી હોસ્પિટલ્સ અને લેબોરેટરી વાળા મનમાંગ્યાં ભાવ વસુલ કરી રહ્યા છે. જિલ્લા આરોગ્ય ટિમ દ્વારા CBC, મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ જેવા ટેસ્ટ નાં ભાવ થી લઈને સોનોગ્રાફી સુધીના ટેસ્ટ માં તેમજ  દર્દીઓ પાસેથી વસુલાતા મનમાંની પૂર્વકના બીલો સામે તટસ્થ રહી ને ઇન્સ્પેકશન કરવાની જરૂર છે સાથોસાથ અમુક ક્લિનિક અને લેબ પણ રજીસ્ટ્રેશન ઓથોરાઇઝ વ્યક્તિ વગર હાલ ચાલી રહી છે એની પણ ઉચ્ચ તપાસ બાદ કાયદાકીય પગલાંઓ લેવાવા જોઈ એમ ધ્રાંગધ્રાની ગરીબ જરૂરિયાત વર્ગ વાળી જનતા જણાવી રહી છે.
      રાજ્ય સરકાર જયારે લોકોની સુખાકારી માટે કટિબદ્ધ હોય અને નિયમો લાદ્યા હોય પણ એનું પાલન ન થાતું હોય તયારે ખાનગી લેબ, ક્લિનિકો, હોસ્પિટલ નાં માલિકો અને પ્રશાસન વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોય એમ શંકા હાલ ધ્રાંગધ્રા માં વહેતી થઈ છે જેની સામે આરોગ્ય તંત્ર તટસ્થ બનીને કડક કાર્યવાહી થકી દવાખાના નાં બીલો, લેબોરેટરી નાં ચાર્જ સામે લાલ આંખ કરીને સુમેળ વ્યવસ્થા અમલી બનાવે એ આ તકે જરૂરી બની ગયું છે.
હિતેશ રાજપરા મારફત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *