ધ્રાંગધ્રા તાલુકાના છેવાડાના રણ કાંઠા વિસ્તારમા નરાળી ગામે ઇ-શ્રમ કાડઁ નોંધણી માટેનો કાયઁક્રમ યોજવામાં આવ્યો હતો જેમા સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમા રહેતા આથીઁક અને શિક્ષણથી રીતે પછાત લોકોના ઘર આંગણે ઇ-શ્રમ કાડઁના નોંધણી કરી નાનામાં નાના માણસ સુધી આ યોજનાનો લાભ મળે તેવા હેતુથી આ કાયઁક્રમ યોજાયો હતો જેમા અહિ મુખ્ય વસવાટ કરતા અગરીયા, આવા વકઁર, ઘરેલુ કામદાર, મનરેગાના લાભાથીઁ સહિતનાઓને ઇ-શ્રમ કાડઁના નોંધણી લાભ અપાવ્યો હતો કાયઁક્રમ દરમિયાન જિલ્લા પંચાયત સદશ્ય પપ્પુભાઇ ઠાકોર લેબર ઓફીસર એન.કે.ચુડાસમા સહિતનાઓ ઉપસ્થિત રહી જરુરી માગઁદશઁન પુરુ પાડવામા આવ્યુ હતુ


