Gujarat

ધ્રાંગધ્રા તાલુકાના સતાપર ગામ પાસે બાઇક ટકરાતા 2 ના મોત.

(સામસામે બાઇક ટકરાતા ત્રણ ઇજાઁગ્રસ્ત)

ધ્રાગધ્રા: ધ્રાંગધ્રા તાલુકાના સતાપર ગામ નજીક સામસામે બાઇક અથડાયા હતા જેમા 2 યુવાનના મોત અને અન્ય 2 ગંભીર રીતે ઘાયલ થયા હતા.
જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના સતાપર ગામ પાસે સામસામે બાઇક અથડાયા હતા જેમા બંન્ને બાઇક વચ્ચે એટલી જોરદાર ટક્કર હતી જેમા એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ જ્યારે અન્ય એક ને ગંભીર ઇજામાં સારવાર દરમિયાન મૃતક જાહેર કરાયો હતો.જયારે અન્ય 2 ગંભીર રીતે ઇજાઁગ્રસ્ત થયા હતા આ તરફ અકસ્માતના પગલે રાહદારીઓ દ્વારા તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તમામને હોસ્પીટલ ખસેડાયા હતા જેમા અજય નટુભાઇ ભિમાણી ઉંમર 20 વર્ષ ગામ સતાપર તેમજ ઘનશ્યામભાઈ વીંછીયા ઉંમર 22 વર્ષ ને મૃત જાહેર કયાઁ હતા જ્યારે સંજય પ્રતાપભાઇ ભિમાણી સહિત અન્ય એક ગંભીર રીતે ઇજાઁગ્રસ્ત પામ્યા હતા જેઓને સુરેન્દ્રનગર ખાતે વધુ સારવાર અથેઁ ખસેડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *