( દિવાળી પહેલા જ દારૂના બુટલેગરો ને ચેતવણી )
ધ્રાંગધ્રા :
દિવાળીનો તહેવાર નજીક આવતા જ દારૂના બુટલેગરો ડબલ નફો રળી લેવા દારૂની ખેપ મારતા હોય છે ધ્રાંગધ્રા તાલુકા નાં કુડા ગામે એક રહેણાંક મકાનમાં વિદેશી દારૂ હોવાની બાતમી હકીકત આધારે એ.એસ.આઈ મદીનખાન મલેક પોતાની ટિમ સાથે રેડ કરેલ હતી. જો કે રેડ માં વિદેશી દારૂની 108 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી પણ રહેણાંક નાં માલિક સહદેવ કુડેચા હાજર નહીં મળતાં દારૂની બોટલો કિંમત રૂ 49809/- નોંધી તેના ઉપર ફરિયાદ નોંધી આરોપીને પકડવા પોલીસ સક્રિય બની હતી.
આ રેડમાં એ. એસ. આઈ મદીનખાન, હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ ડોડીયા, વિરપાલસિંહ ઝાલા, સોયબ ભાઈ મકરાણી, નિલેશભાઈ પિત્રોડા, પ્રતાપસિંહ રાઠોડ વિગેરે સ્ટાફે જહેમત ઉઠાવી સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.


