ધ્રાંગધ્રા પીપલ્સ કો ઓપરેટીવ બેન્ક લિમિટેડ ને વધુ એક ઝાટકો.
(નામદાર હાઇકોર્ટે અરજી નામંજૂર કરી)
ધ્રાંગધ્રા :
આ બાબતની વિગતો એવી છે કે વર્ષ 2016 માં ધ્રાંગધ્રા પીપલ્સ કો ઓપરેટીવ બેન્ક લિમિટેડ દ્વારા નરેશ અગ્રવાલ નામના કર્મચારીને છુટા કરવામાં આવ્યા હતાં. જેમાં નરેશ અગ્રવાલે આ બાબતને કાયદા થી અસંગત, ગેરવ્યાજબી અને ગેરકાયદેસર ગણાવીને સુસંગત ન્યાય માટે સુરેન્દ્રનગર ની નામદાર મજુર અદાલત માં અરજી દાખલ કરી હતી જે અન્વયે સુનાવણી માં નામદાર મજુર કોર્ટે નરેશ અગ્રવાલ ને છુટા કર્યા ત્યાર થી સુનાવણી દિવસ સુધીના તમામ હક, મળતો પગાર ચુકવવાની તાકીદ કરેલ હતી. ત્યારબાદ ધ્રાંગધ્રા પીપલ્સ બેન્ક દ્વારા આ હુકમ ને રાજકોટ ઉદ્યોગીક કોર્ટ સમક્ષ પડકાર્યો હતો જ્યાં પણ અપીલ નામંજૂર કરાઈ હતી જેની સામે બેન્ક દ્વારા ફરી એક વખત નામદાર હાઇકોર્ટ સમક્ષ અરજી આપવામાં આવી હતી. જેમાં નામદાર હાઇકોર્ટે પ્રાથમિક સુનાવણી માં જ અપીલ ને ખારીજ કરી ને નામંજૂર કરતાં બેન્ક ને મોટો ઝટકો મળ્યા નાં અહેવાલ સૂત્રો જણાવી રહ્યા છે. આ બાજુ છુટા કરાયેલા કર્મચારી નરેશ અગ્રવાલે સમગ્ર મામલા ને સત્ય ને ઉની આંચ ન આવે અને આજ નહીં તો કાલ જીત સત્ય ની જ થવાની એમ કહીને રાહતના શ્વાસ લીધા હતાં.
