Gujarat

ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર કારમા શોટઁ-સક્રિટ થતા સળગી ઉઠી: સદનશીબે જાનહાની ટળી.

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા-માલવણ હાઇવે નજીક ગત મોડીરાત્રે જુનાગઢના બે ભાઇ પોતાની મહિન્દ્ર UVe કાર લઇને નિકળેલા હતા તે દરમિયાન દુદાપર ગામ પાસે રોઝડુ હાઇવે ક્રોસ કરતા કારને અચાનક બ્રેક કરતા કારમા શોટઁ-સ્ક્રિન થયુ હતુ અને અચાનક જ કારમા આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ બંન્ને ભાઇઓ એ સમય સુચકતા પારખી લેતા કારમાંથી નીચે છલાંગ મારી ઉતરી ગયા હતા અને પળભરમાં તો કાર સળગી ઉઠી હતી. ઘટનાની જાણ કરતાં  તાત્કાલિક ધ્રાંગધ્રા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ફાયર ફાઇટર પહોંચે તે પહેલા કારમા 2 લેપટોપ, રોકડ, કપડા સહિતની ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ હતી. જ્યારે કારમા સવાર જુનાગઢના રહેવાસી અજયભાઇ તથા તેઓના નાનાભાઇનો આબાદ બચાવ થયો હતો.

IMG-20211005-WA0228.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *