( ધ્રાંગધ્રા SBI નો સ્ટાફ નીભરતા માટે પહેલેથી જ બદનામ )
ધ્રાંગધ્રા :
ધ્રાંગધ્રા ઝાલાવાડ રોડ ઉપર સ્થિત એસ બી આઈ બેન્ક ધ્રાંગધ્રા ની શાખા માં બપોરે 2 વાગ્યાં ના સમયે આખી બેંકમાં માત્ર એકલા દોકલ કર્મચારી જ હાજર અને બાકી બેન્કના તમામ કર્મચારી જમવા નીકળી ગયા હતા તેમજ બેન્ક મેનેજર ની ચેમબર પણ ખાલિખમ દેખાઈ એવો વિડિઓ સોશિઅલ મીડિયામાં વાઇરલ થતા ધ્રાંગધ્રા પંથક માં રોષ સાથે ભારે ચક્ચાર મચી હતી. વિડીઓમાં સામાજિક કાર્યકર ની ટકોર સ્પષ્ટ જણાવતી હતી કે આર બી આઈ દ્વારા લન્ચ માટેનો કોઈ નિયમ જ નથી અને નિયમાવલી માં એક પછી એક જમવા નું જેથી ગ્રાહકો નું કોઈ કામ અટવાય નહીં. પણ અહીં એના થી સાવ વિપરીત વૃધો, મહિલાઓ અને યુવાનો પોતાના જરૂરી કામ માટે હેરાન થતા વિડીઓમાં જણાઈ આવ્યા હતા. એસ બી આઈ ધ્રાંગધ્રા ની આ શાખા એની મનમાની માટે પહેલેથી જ બદનામ છે અને લોકોના રોષ સાથે વારંવાર ચર્ચામાં આવતી જોવા મળી છે. ગ્રાહકો માટે બેન્ક તરફથી પોતાની સુવિધા અનુરૂપ મનમાની પૂર્વકના નિયમો ઘડી કાઢવામાં આવ્યા ના આક્ષેપો અવારનવાર સામે આવતા જ હોય છે. બેન્ક આર્મી એરિયા થી નજીક હોવા છતાં બેન્કના એટીએમ ના કાયમ ધાંધિયા જ હોય છે. આર્મી જવાન થી લઈને આજુબાજુના વૃધો ને નાણાકીય વ્યવહાર માટે ધ્રાંગધ્રા શહેર ના અન્ય એટીએમ સુધી દોડી જવાના કિસ્સા માં કોઈ ચોક્કસ સુધાર નથી એવામા આ વિડિઓ વાઇરલ થતા મુખ્ય વહીવટી તંત્ર આ બાબત ને ગંભીર સમજીને શિક્ષાત્મક પગલાંઓ લેશે કે બેન્ક આમ જ રાબેતા મુજબ ચાલશે એ દિશામાં સમગ્ર ધ્રાંગધ્રા પંથક ની મીટ હાલ મંડયેલી રહેશે.
વિડિઓના અંતમાં વર્તમાન મોદી સરકારના અમુક સરકારી વિભાગો ને ખાનગીકરણ કરવાનાં કાર્યને એક રીતે યોગ્ય ઠેરવીને બેન્ક ની કાર્યશૈલી ને આડે હાથે લીધી હતી જે બેન્ક ના વહીવટીતંત્ર ને ગંભીર નોંધ સાથે સુધાર માટે આત્મચિંતન તરફ દોડવા મજબુર ચોક્કસથી બનાવશે એમ આ તકે કહેવું જ રહ્યું.