Gujarat

નગરપાલિકા દ્વારા અમરેલી સિટી મોબાઈલ એપનો આરંભ

અમરેલીમાં નગરપાલિકા દ્વારા પ્રથમ વખત જ અમરેલી સીટી મોબાઈલ ઍપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેમાં લોકો પોતાના વિસ્તારની નગરપાલિકાને લગતી ફરિયાદો ઓનલાઈન કરી શકશે. આ ઉપરાંત પાલિકાની અન્ય સેવાઓ પણ આ ઍપના માધ્યમથી ઓનલાઈન પ્રાપ્ત થશે.
અમરેલી નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી આ મોબાઈલ ઍપ્લિકેશનનું નામ અમરેલી સીટી રાખવામાં આવ્યું છે અને પ્લે સ્ટોરમાં અમરેલી સીટી લખીને સર્ચ કર્યા બાદ તેને ડાઉનલોડ કરી શકાય છે. આ મોબાઇલ ઍપમાં મોબાઈલ નંબરના આધારે લોકો લોગઈન કરી શકશે અને તે પછી પોતાના વિસ્તારની જે પણ કમ્પલેઈન હોય તે ઓનલાઈન નોંધાવી શકશે અને તેનું સ્ટેટસ પણજાણી શકશે. ઍપમાં પાણી વિતરણનું ટાઈમ ટેબલ મૂકાયું છે જે લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ ઉપરાંત પાલિકાના વિકાસ કાર્યો. સરકારી યોજનાઓ વગેરેની માહિતી છે. સિનિયર સિટીઝન ઘરે બેઠા પાલિકાની સેવાઓ મેળવી શકે એ માટે ખાસ હેલ્પલાઈન બનાવવામાં આવી છે જેમાં લોકો આ અંપની મદદથી સંપર્ક કરીને સેવા મેળવી શકશે. પાલિકાની ઈ સેવાઓની લીંક અને કોવીડ ડેસ્કની લીંક પણ આ ઍપમાં મૂકવામાં આવેલી છે જેમાં પાલિકાના વેરાઓની ઓનલાઈન ચૂકવણી, પાલિકાને લગતા ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરવા, સર્ટીફીકેટ, નોંધણી વગેરે કામગીરી પણ થઈ શકરો.
આજે અમરેલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આ એપ્લિકેશન લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે.

IMG_20211009_143040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *