અમરેલી : અમરેલી નગરપાલિકા ના નગરસેવક સન્ની ડાબસરા અને દીલાભાઇ વાળા દ્વારા અમરેલી નગરપાલિકા સંચાલિત સેલ્ટર હાઉસ ખાતે હાલ ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગની ભરતી પ્રક્રિયા ચાલુ હોય તેવા સમયે અનેક યુવા ભાઈઓ તથા બહેનો આ ભરતી અંતર્ગત અમરેલી ખાતે અન્ય જિલ્લાઓમાંથી આવતા હોય છે જેઓને રહેવા અને જમવા માટે ઘણી તકલીફો જણાતી હોય છે તો આવા સમયે અમરેલી નગરપાલિકા એક સહકારની ભાવનાથી સેલ્ટર હાઉસ ખાતે સુવિધા ઊભી કરી યુવા ભાઈઓ બહેનોને મદદરૂપ થાય તેવી અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ પ્રમુખશ્રીને અમરેલી નગરપાલિકાના સદસ્ય સન્ની ડાબસરા અને દીલાભાઇ વાળા દ્વારા રજુઆત કરવામાં આવેલ છે સાથે સાથે સદસ્યશ્રીઓએ આ કાર્યમાં જ્યાં જરૂર જણાય ત્યાં પોતે મદદરૂપ થવાની પણ ખાત્રી આપેલ છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

