નડિયાદ
નડિયાદની ડ્ઢડ્ઢેં દ્વારા સંચાલિત ડી.ડી.આઇ.સી કોલેજ ફોર મ્મ્છના વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમના ભાગરૂપે આણંદ જિલ્લાના અમૂલ ચોકલેટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. જેમાં અમૂલના અધિકારી અભિષેક ભટ્ટ દ્વારા અમૂલ ચોકલેટ પ્લાન્ટમાં ચોકલેટના ઉત્પાદનથી લઇ પેકેજીંગ સુધીની સંપૂર્ણપણે માહીતી આપવામાં આવી હતી. સાથે સાથે આખા પ્લાન્ટની મુલાકાત કરાવી મ્મ્છના વિદ્યાર્થીઓને વ્યવહારીક જ્ઞાન પણ પુરૂ પાડવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રીયલ એકમની મુલાકાતમાં મ્મ્છના બીજા સેમેસ્ટરમાં ભણતાં લગભગ ૧૦૮ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. આ સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ એકમની મુલાકાતનું આયોજન તેમજ સંચાલન કોલેજના પ્રિન્સીપાલ ડો. નિમેષ.આર.જાેષી દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજનાં અધ્યાપકો પ્રો. જયદેવ વિઠલાણી, પ્રો. વિધિ ઠાકર, પ્રો. બ્રિન્દા જાેગી અને નંદિશ પરીખે મુલાકાત દરમિયાન હાજર રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. નોંધનીય છે કે મુલાકાત પૂરી થયા બાદ સૌ વિદ્યાર્થીઓએ સરદાર પટેલ મેમોરીયલ પર પહોંચી લોખંડી પુરુષ સરદાર પટેલને અંજલી આપી હતી.
