મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ગુજરાત રાજ્ય સહકારી સંઘ અમદાવાદ આયોજિત સને ૨૦૨૦-૨૧ ના વર્ષમાં સારું કામ કરનાર ” પગારદાર કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીઓ “ની હરીફાઈમાં એસટી ક્રેડિટ સોસાયટી નડિયાદે સમગ્ર ખેડા જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.આ હરીફાઈમાં સોસાયટીને મા.શ્રી ઘનશ્યામભાઈ એચ અમીન તથા મા.શ્રી ધીરુભાઈ ચાવડા ના હસ્તે પ્રભાવક શીલ્ડ તથા પ્રમાણપત્ર તેમજ પુષ્પગુચ્છ મળેલ છે .જે સોસાયટીના ચેરમેન શ્રી ભરતસિંહ ઝાલા વાઇસ ચેરમેનશ્રી રાકેશકુમાર પાઠક,ડિરેક્ટરશ્રી ભારતસિંહ ડાભી તેમજ મેનેજર શ્રી જીગ્નેશ બારોટે સૌ સભાસદો વતી સ્વીકારેલ છે સૌ સભાસદોના સહકારથી આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ગૌરવની લાગણી અનુભવી હતી.


