Gujarat

નવસારીના ગણદેવી તાલુકાના પાથરી ગામે વૉર્ડ નંબર ૮માં ટાઈ

નવસારી
નવસારીના ખેરગામના ચીમનપાડા ગામમાં સરપંચ પદે ચંદુભાઈ ઝીંણમભાઈ પટેલ વિજેતા થયા છે. જ્યારે પણજમાં સરપંચ પદે જયશ્રી પટેલ વિજેતા થયા છે. નડગધરિમાં સરપંચ પદે વિજેતા મનોજ બલલુંભાઈ પટેલ થયા છે. જિલ્લામાં ૪૬૬૧ સરપંચ અને વોર્ડ સભ્ય ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે જવા થઇ રહ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં ગણતરી સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરાઇ છે અને પરિણામ આવતા જ સાંજ સુધીમાં તમામ ગામોને તેમના નવા સરપંચ અને સભ્યો મળી જશે.નવસારીના ૬ તાલુકાના ૨૬૯ ગામોના સભ્યો અને સરપંચ ઉમેદવારોના ભાવિનો ફેસલો આજે થવા જઇ રહ્યો છે. ત્યારે છ તાલુકાના વિવિધ પોઇન્ટ પર મતગણતરી શરૂ થઈ ગઈ છે.નવસારીના ગણદેવી તાલુકાના પાથરી ગામે વૉર્ડ નંબર ૮માં ટાઈ થઈ હતી. જેથી આરઓએ ચીઠી ઉછાળી મત આપતા સુમિત્રા બેન વિજેતા જાહેર થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *