Gujarat

નવાબંદર દરીયા કિનારે લાપતા બનેલા વધુ ૨ માછીમારોના મૃતદેહ મળ્યા..

ઊના –  બુધવારના રાત્રીના ભારે પવન અને તોફાનના કારણે દરીયો ગાંડોતૂર બનતા ૧૦ બોટ ડુબી ગયેલ હતી. અને ૮ ખલાસી લાપતા હતા. ૪૮ કલાક બાદ ૫ ખલાસીના મૃતદેહ મળ્યા હતા. અને ત્યાર બાદ ૩ લાપતા રહેલા ખલાસી  પૈકી ૨ ના મૃતદેહ આજે મળતા તેમના પીએમ માટે સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાયેલ છે. ચાર દિવસ પછી જગદિશભાઇ દેવચંદભાઇ મકવાણા અને મોહનભાઇ કાળુભાઇ સોલંકી રહે. નવાબંદર વાળાના મૃતદેહ મળ્યા છે. તેમાં મોહનભાઇ સોલંકીનો મૃતદેહ ૭૦ કિ.મી.દૂર સુત્રાપાડા તા.વેરાવળ દરીયા કિનારે પહોચી હોવાનું જાણવા મળે છે. આમ વધુ બે મૃતદેહ આવતા તેના અંતિમ સંસ્કાર માટે પરિવારોને સોપવામાં આવતા હૈયાફાટ રૂદન સાથે આંસુ ઓનો દરીયો પરીવારોમાં ઉછેરતો જોવા મળેલ અને સમગ્ર વિસ્તાર શોકમયમાં છવાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *