નસવાડી ના એકલવ્ય એકેડમી ખાતે કેન્દ્રય મંત્રી રામચંદ્રન્દ્ર સિંહ ની હાજરી માં ભગવાન બિરસા મુંડા ની 146 મી જન્મ જ્યંતી ને આદિવાસી ગૌરવ તરીકે ઊજવામાં આવી જ્યાં મંત્રી રામચંદ્ર સિંહ દ્વારા આદિવાસી ની પરંપરા મુજબ ભગવાન બિરસા મુંડા ની પૂજા કરી દીપ પ્રગટાવી ને કાર્યક્રમ આગળ ધપાવ્યો.આ કાર્યક્રમમાં કોરોના કાળ માં સારી કામગીરી કરનાર અધિકારીઓ અને રમત ગમત માં નામ કમવાનાર અને લાભાર્થીઓની સાથે વાર્તાલાપ કરી ને મંત્રી દ્વારા તેમને શુભેચ્છા પણ આપી. કેન્દ્રિય મંત્રી એ કંગના રાણાવત ના નિવેદન વિસે પત્રિક્રિયા આપતાકહ્યું .ભગવાન બિરસા મુંડા આઝાદી ની લડાઈ અંગ્રેજો સામે લડી જેલ માં મૃત્યું થયું આવી આઝાદી ભીક માં કહે છેઃ કંગના રાણાવત ઇતિહાસ વાંચે જરા દેશ ના સપૂતો એ આઝાદી અપાવી છે જે દેશ ના ઇતિહાસ નથી જાણતું એ કશું નહીં જાણતું.આદિવાસી ગૌરવ દિવસ નિમિતે આદિવાસી ઓ દ્વારા ઉપયોગ માં લેવાતા સંસાધનો નું નિરીક્ષણ પણ મંત્રી દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રુતી ચારણ. એસ.પી શર્મા સર સાંસદ ગીતા બેન.ધારા સભ્ય અભેસિંહ તડવી. જિલ્લા પ્રમુખ રસમિકાન્ત વસાવા છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બેન પટેલ તેમજ અન્ય મહાનોભવો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર